Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
984
. હૃદય નયન નિહાળે જગધણી
પકડું? આપના સિવાય મારું બીજુ છે પણ કોણ? હું દેવભવમાં હતો ત્યાં આપની અપૂર્વ વાણી સાંભળી હતી, આપે મને કોલ આપ્યો હતો કે આ દેવભવમાં તને પરમાત્મ સ્વરૂપ મળવુ કઠિન છે પણ મનુષ્યભવમાં તેનો યોગ થઇ શકશે. હે પ્રભો! આજે તે કાળ આવી ગયો છે છતાં આપ મારા અંતરમાં પ્રગટ થતાં નથી, તો હવે હું ક્યાં જાઉં? કોને મારી આપવીતી કહું ?
હે નાથ ! સ્વરૂપથી તો હું અને આપ એક જ છીએ તેથી જ નિસપતિ કરત ન જાણ” દ્વારા એ જ અંગૂલિનિર્દેશ છે.
નિસ એટલે નિજ અને પતિ એટલે સ્વામી અર્થાત્ આપ પોતે જ મારા સ્વામી છો. નિસપતિ’ શબ્દનો શ્લેષ કરતાં પણ
નિ એટલે નિશ્ચય “સ' એટલે સમ્યકત્વ પ” એટલે પ્રમાણ અર્થાત્ જ્ઞાન , તિ' એટલે તલ્લીનતા અર્થાત્ ચારિત્ર ,
અર્થાત્ નૈયિક સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રને પામવું એ જ નિસપતિ’ શબ્દનો લક્ષ્યાર્થ છે. અર્થાતુ પોતાના પરમાત્મ-સ્વરૂપને વરવું એ જ “નિસપતિ પણું છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં તલ્લીનતા એ જ “નિસપતિપણું છે પરમ-પારિણામિક ભાવથી યુક્ત જે ધ્રુવતત્ત્વ છે, જે પ્રત્યક્ષ પ્રતિભાસમય છે, તેને પામવું તે જ નિસપતિ શબ્દનો મેંદપર્યાર્થ છે.
“નિસપતિ કરત ન જાણ’ - હે નાથ ! આપ આવા મારા સ્વામી હોવા છતાં, હું આજે તેને જાણતો હોવા છતાં પામી શકતો નથી, એ
અશુદ્ધ યેતનમાં (સંસારી જીવમાં) અને પૂગલદ્રવ્યમાં રહેલાં સાદિ-સાન્ત ભાવ
વિનાશી હોવાથી-અસત્ હોવાથી, જગતને મિથ્યા કહેલ છે.