Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1016 , હૃદય નયન નિહાળે જગધણી
ઉદાસીનતાની શરૂઆત ઉપેક્ષાથી થાય. પોતે બધે જ, સીધો જ રહેતો હોય છતાં એને અવળાપણાના અનુભવ થતા હોય તો પણ જેને એ અવળાપણું અંદરમાં અસર ન કરે અને પોતાનું સીધાપણું છોડે નહિ અને સીધો જ રહ્યા કરે એને ઉપેક્ષા સંયમ કહ્યો છે એટલે કે તેને ઉદાસીનભાવ કહ્યો છે. આત્મા નિઃશબ્દ છે. શબ્દમાત્ર એ સમભાવે નિકાલ બાબત બની રહે છે; એ ગ્રહણીય બાબત નથી. બોલાતી વાણીનો આત્મા જોનારો છે પછી તે વાણી Real પણ કેમ ન હોય? તો પણ તે નિકાલી બાબત છે. . ચરમ તીર્થંકર શાસનપતિ મહાવીરસ્વામીની અંતિમ સોળ પ્રહરની દેશના, તેમના પોતાના માટે નિકાલી હતી. તે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
- શરીરની જે બધી ક્રિયાઓ છે, એમાં અંદરની બધી જે ઝીણી. ઝીણી ક્રિયાઓ છે, તેમાં સૌથી ઝીણી ક્રિયા આંખના પડદા પર જ છે અર્થાત્ ત્યાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુઓની અદભૂત રચના છે. તે પણ જો નિકાલી બાબત હોય તો પછી કઈ ક્રિયા ગ્રહણીય હોઈ શકે? તે વિચારવા યોગ્ય છે એવો અંગુલિનિર્દેશ આડકતરી રીતે યોગીરાજ પ્રસ્તુત કડીમાં કરી રહ્યા છે.
રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ, મ. . રાગ વિના કેમ દાખવો રે, મુગતિ સુંદરી માંગ... મનરા...૧૧
અર્થઃ રાજીમતિજી પોતાનો આંતર વલોપાત ઠાલવતાં ઠાલવતાં ઠપકો-ઓળંભારૂપે પ્રભુને કહી રહી છે કે સંસારમાં સર્વ જીવો રાગી સાથે રાગ રાખે છે. પણ હું તો વેરાગી છું તેની સાથેનો રાગ શા કામનો ? એમ જો આપ કહેતા હો તો પછી આપ મુક્તિરૂપી સ્ત્રીને વરવાની ઇચ્છા કેમ કરો છો ? શું તે રાગ નથી ?
દાન-શીલ-તપ-ભાવ એ યાર ત્યાગ ધર્મ છે. જે પર છે તેનો ત્યાગ કરવો તેને ત્યાગધર્મ કહેવાય છે.