Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1044 . હૃદય નયન નિહાળે જગધણી
104મ
કે
પાડી રહી છે તેને આપણે વિચારીએ.
ઘર આવો હો વાલમ! ઘર આવો, મારી આશાના વિસરામ! મ. રથ ફેરો હો ! સાજન ! રથ ફેરો, મારા મનના મનોરથ સાથ.. મનરા..૨
પર-પદાર્થની ઈચ્છા કરવામાં પોતાની અશરણતા જોઇ, પૂર્ણતામાં લક્ષ્યવેધ કરવો એમાં જ સાચું શરણ છે, એ તત્ત્વ સમજાયું. પોતાના નિજપરમાત્માનું શરણ, એ જ સાચું શરણ છે, એ જ સ્વ-પદને મેળવી આપે છે.
વિશેષમાં એ જાણ્યું કે અનિત્યતાની જેમ અશરણતા પણ એક વસ્તુ સ્વભાવ છે. જેમ વસ્તુ અનિત્ય સ્વભાવને કારણે નિરંતર બદલાયા કરે છે, તેમ તેમાં રહેલ અશરણ ધર્મના કારણે તેના પરિણમનમાં કોઈ શરણ, સહાય કે મદદની સંભાવના જણાતી નથી, પર-પદાર્થના શરણની ઈચ્છા એ જ મોટી પરતંત્રતા છે. જ્યારે સ્વભાવગત પ્રત્યેક પદાર્થ સર્વથા
સ્વતંત્ર છે, તેનું પરિણમન પોતાના ગુણ-પર્યાયમાં સહજ ચાલ્યા જ કરે છે. કર્મના ઉદયથી થતી સાંયોગિક પદાર્થની પ્રાપ્તિ, તેને પોતાની જાણવી અને પોતાની માનવી, તે તો ભ્રાન્તિ છે, મિથ્યાત્વ છે. સાંયોગિક પદાર્થ માત્ર અનિત્યતાનો દ્યોતક છે. જ્યારે પોતાના ગુણોની જાણકારી મેળવી તેને ઓળખી અનુભવવા, દ્રવ્યદૃષ્ટિની દઢતા કરી આત્માની અનુભૂતિ કરવી અને એક દ્રવ્ય, બીજા દ્રવ્ય રૂપે ક્યારે ય પણ પરિણમતું નથી; આવો સ્વીકાર કરવો તે જ સાચી શરણતા છે. તેથી જ કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું છે કે –
“વસ્તુ સ્વભાવ વિચારથી, શરણ આપકો આપ, વ્યવહારે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.”
અનિત્ય એવી પર વસ્તુને નિત્ય માની, એમાં સ્વ પણાની બુદ્ધિ કરવાનો સ્વભાવ,
તેનું નામ જ મોહ-મૂઢતા-રાણ-મિથ્યાત્વ.