Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી 1061.
1061
છે. આવા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતાં શુભ ફળો અને પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થતાં અશુભ ફળો તો જીવને અનંતીવાર મળ્યા માટે તે સુલભ છે જ્યારે બોધિને પૂર્વે આરાધી નથી માટે તે દુર્લભ છે.
વિશેષ તો એ છે કે અનંતગુણા જીવો તો હજુ એવા છે કે જેઓ નિગોદમાંથી નીકળ્યા જ નથી, એકેન્દ્રિયપણામાંથી નીકળીને ત્રસપણે પણ પામ્યા નથી. નિગોદમાંથી નીકળીને ત્રસપણાની પ્રાપ્તિ પણ દુર્લભ કહી છે. તેમાં ય મનુષ્યપણું, પંચેન્દ્રિય પૂર્ણતા, નિરોગી શરીર, ઉત્તમ જાતિ, કુળની પ્રાપ્તિ વગેરેને ઉત્તરોત્તર દુર્લભ ગણાવ્યા છે. તેમાં ય વીતરાગ વાણી, સર્વજ્ઞ કથિત ધર્મ અને સમ્ય દર્શનને પામવું તે તો અત્યંતઅત્યંત દુર્લભ છે; તો પછી રત્નત્રયની પૂર્ણતા પામવી કેટલી દુર્લભ ગણાય? આ કાળમાં શુદ્ધાત્માની વાત સાંભળવા મળવી તે દુર્લભ છે, સાંભળવા મળે પણ જો સમજે નહિ અને આત્મસાત ન કરે, તો તેની કોઈ કિંમત નથી. દુર્લભ એવા બોધિધર્મને પામવામાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. નેમિનાથ પ્રભુ જે વીતરાગતા પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે, તેનો રાજીમતિને અણસાર આવ્યો. પરને પ્રાપ્ત કરવાનો જે દુરાગ્રહ, મિથ્યાત્વ, અજ્ઞાન છે તેને જાણ્યું. તેમાં એકાંતે સંસારીપણું છે તેનો બોધ થયો. બોધિદુર્લભ-ભાવનામાં ગુહ્યપણું, બ્રહ્મચારીપણું, અનેકાંતિકપણું, વગેરેમાં સ્વ તત્ત્વનો આનંદ ઉલ્લસિત થયો. ભૂલને સુધારી લેવી એ જ શ્રેયનો માર્ગ છે તે સમજાયું. આના પુષ્ટિકરણમાં કહ્યું છે કે –
“દુર્લભ હૈ નિગોદ સે થાવર અરૂ ત્રસ ગતિ પાની, નર કાયા તો સુરપતિ તરસે, સો દુર્લભ પ્રાણી, ઉત્તમ દેશ, સુસંગતિ, દુર્લભ શ્રાવક કુલ પાના, દુર્લભ સમ્યગ્દર્શન, દુર્લભસંયમ, પંચમ ગુન થાના,
યારે ય છઘજ્ઞાનમાં, જાણવા જવું એ રાગ ઉપયોગ છે. જ્યારે કેવળજ્ઞાનમાં સહજ જણાય જાય એ વીતરણ ઉપયોગ છે.