Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1072 , હૃદય નયન નિહાળે જગધણી
રાધા કૃષ્ણની ભક્તિ કરતાં કરતાં પોતાને ભૂલી જઈને કૃષ્ણમય બની હોય છે. એમ બંનેના પ્રેમ સંબંધનું વર્ણન આવે છે પણ ત્યાં તદ્ભવ મોક્ષગામીપણાનું તાત્પર્ય નથી.
શ્રીનેમિપ્રભુ પરમાત્મદશાને વર્યા, કેવલ્યને પામ્યા તેમનું નિમિત્ત લઈને રાજીમતિ પણ પરમાત્મા બન્યા અને પ્રભુ પહેલાં મોક્ષમાં જઈ સિદ્ધ થયા તે વિશેષતા છે.
પ્રસ્તુત કડીના કેન્દ્રસ્થાનમાં રાજીમતિ છે તેથી યોગીરાજ આનંદઘનજીએ ત્રિવિધ શબ્દ વાપરીને તેને ધારણ-પોષણ-તારણો સાથે ગૂંથવાનો પ્રયાસ કર્યો છે અને તે દ્વારા રાજીમતિના આંતર મનોમંથનને વાચા આપી આધ્યાત્મની પરાકાષ્ટાને તેમજ યોગચમત્કારને સર્જવાનો પ્રયત્ન કર્યો છે. વાત તો છે રાજીમતિની પણ તે આપણને સૌને લાગુ પડે છે. - પ્રસ્તુત સ્તવનની સત્તર કડીઓમાંથી શરૂઆતની તેર કડીઓમાં રાજીમતિનો નેમિપ્રભુ પ્રત્યેનો સ્નેહરાગ અને વિલાપ જોવા મળે છે પરંતુ, ચૌદમી કડીથી રાજીમતિની દષ્ટિ બદલાય છે અને તેથી નેમિપ્રભુના દેહને ન જોતાં તેમના આત્માને જોતાં દિવ્ય ચમત્કાર સર્જાય છે. નેમિપ્રભુએ જે કર્યું, તે જ મારે પણ કરવા યોગ્ય છે એમ શ્રદ્ધામાં આવે છે. આંતર મનોમંથન વૃદ્ધિ પામે છે. વૈરાગ્યના ઉપર-ઉપરના શિખરો સર થાય છે. પ્રગાઢ તત્ત્વચિંતનથી સારાયે સંસાર પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે. મિથ્યાત્વભાવોનું વમન થતાં અતિનિર્મળ એવી સમ્યકત્વદશા પ્રગટે છે, જે આત્માના ભાવ-આરોગ્યનું સૂચક છે.
બહિરાદશા અને અંતરાત્મદશાની તુલનાત્મક વિચારણા કરતાં રાજીમતિને સમજાયું કે નિર્વાણમાર્ગને આપનારી વિમલ રત્નત્રયીની આરાધના
જે મતિજ્ઞાનમાં આપણે ઈચ્છા કરીએ છીએ, તે જ મતિજ્ઞાનમાં નિરિહિતા લાવવાની છે અને એ જ મતિજ્ઞાનમાં, રાગને બદલે વૈરાગ-વીતરાગતા, તેમ વિકલ્પને બદલે નિર્વિકલ્પતા લાવવાની છે.