Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી & 1059
ઉપર લોકભાવનાનો દિવ્યપ્રકાશ પથરાઈ ચૂક્યો હતો, તેથી તે પોતાના
સ્વતંત્ર અસ્તિત્વને માણવા દઢીભૂત થતી ગઈ. સ્વયંની ચેતનામાં રાગની વિભાવદશા ઓગળતી ગઇ. આમ વૈરાગ્ય એ જ શ્રેયનો માર્ગ છે. પૂર્વે પણ મહામુનિવરોએ આ જ માર્ગ હાંસલ કરેલો હતો અને નેમિનાથ ભગવાને પણ હસ્તગત કરેલો આ વૈરાગ્યનો માર્ગ એ જ શ્રેયનો માર્ગ છે માટે મારે પણ તેને અનુસરીને મારી ભીતરમાં છુપાયેલ વીતરાગતાને પ્રગટ કરવી જોઈએ. આમ લોકભાવનાના ભાવનથી રાજીમતિના હૈયામાં તત્ત્વપ્રેરક પ્રકાશ રેલાતો રહ્યો. લોકભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે –
“આ જગના સંસ્થાનનો કરવો સદા વિચાર, લોકભાવના એ કહી, ધર્મ વૃદ્ધિ કરનાર,
લોકભાવના ભાવવા, તત્ત્વજ્ઞાન ઉપાય,
બહાર મન ભટકે નહિ, અંદર સ્થિર થઈ જાય.” * . હવેની ૧૨મી કડીમાં બોધિદુર્લભ-ભાવના ઉપર રાજીમતિનું ચિંતન વિસ્તરે છે તેને બતાવે છે – . એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લોક, મ.
અનેકાન્તિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ.” મનરા..૧૨
આ કડી દ્વારા રાજીમતિમાં રહેલ દુરાગ્રહ છતો થતો હતો. તે નેમિનાથ પ્રભુને ઉપાલંભ આપવા દ્વારા કહી રહી હતી કે જે ગુહ્યગોપનત્વ સ્વમાં ઉપયોગવંતતા સ્વરૂપ છે, પરથી પરાકામુખ થવારૂપ છે તે સઘળું જ્ઞાયકમાં સમાય છે. પરિપૂર્ણ બોધમાં રમવું, બ્રહ્મભાવમાં મહાલવું, સ્વથી સ્વને વેદવું, આત્માના આનંદમાં નિમગ્ન થવું તે જ બ્રહ્મચારીપણું છે, તે જ અનેકાન્તિકતા છે અને તેમાં તમારી રમણતા છે
બાલાર મન એ
સ્વરૂપને અનુરૂપ, જેટલાં ભાવો કરીએ, તે સાધના છે, જ્યારે પરને અનુરૂપ થતું, તે સંસાર ભાવ છે.