Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 1043
વિહંગાવલોકન કરતાં, રાજીમતિના જીવનમાં કેવો વળાંક આવ્યો તે હવે આપણે વિચારીએ.
અષ્ટ ભવાંતર વાલડી રે, તું મુજ આતમરામ. મનરા વહાલા મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈ ન કામ.. મારા વ્હાલા..૧
“અષ્ટ ભવાંતર' એટલે ભવોની પુનરાવૃત્તિ કરતાં ઘાતિકર્મોની જાળમાં ફસાઈને મેં ધ્રુવપદ એવા સ્વયંના તત્ત્વને વિસાવું, પરસમય પરતત્ત્વમાં રાચીને અજ્ઞાનની વૃદ્ધિ કરી; એ જ ચાહના હવે અનિત્યતામાં ભાસી. જાણ્યું કે સંયોગો બધા જ નાશવંત છે. ચૈતન્યમય આત્મા એ જ શાશ્વત છે. તેની આરાધના જ કરવા યોગ્ય છે. આ સત્યની ઓળખ જ સ્વયંની પ્રાપ્તિ છે. બાકી પર્યાયમાં રાચવું એ અનંત સંસારને વધારનાર ભાવમરણ સમાન છે.
નિજ પરમાત્માની આરાધનામાં નિરંતર લાગેલા રહેવું એ જ સાર છે. અનિત્ય પદાર્થો ક્યારે પણ પોતાના થતા નથી, થશે નહિ; તેથી નેમિકુમારને પામવા જે હું વિષાદ કરી રહી છું, તે સર્વ નિરર્થક છે. આ પર્યાયદૃષ્ટિને છોડવી, એ જ યોગ્ય છે; એમ અનિત્યતાનો બોધ પૂર્ણપણે જીવંત થયો.
અનિત્ય ભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “સંયોગ ક્ષણભંગૂર સભી, પર આત્મા છુવધામ હૈ, પર્યાય લય ધર્મા, પરન્તુ દ્રવ્ય શાશ્વત ધામ હૈ, ઇસ સત્ય કો પહેચાનના હી, ભાવના કા સાર હૈ, ધ્રુવ ધામ ની આરાધના, આરાધના કા સાર હૈ.” હવે પ્રસ્તુત સ્તવનની બીજી કડી અશરણ ભાવનાનો પડઘો
કારણ-કાર્યને સર્વાગી જેવું તેનું નામ જ્ઞાન !