Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
1049
લક્ષણવાળો છે. જ્ઞાયક સ્વભાવી આત્મા એકત્વ-વિભક્ત રૂપ છે. પોતાના સ્વભાવથી એકત્વ છે ને પરભાવોથી વિભક્ત એટલે કે ભિન્ન છે. સ્વભાવમાં ઉપયોગરૂપ એકત્વ પરિણમન થતાં સમસ્ત પરભાવોથી ભિન્નતા થઈ જાય છે. તે જ બતાવે છે કે જીવમાં એકત્વ અને અન્યત્વે બંને ધર્મો રહેલા છે. દૂધ અને પાણીની જેમ જીવાત્મા અને શરીર એકક્ષેત્રે આવી સંયોગરૂપે એકમેક થયેલા છે છતાં બંને ભિન્ન છે, તેવી રીતે સમસ્ત પદાર્થ-સમસ્ત વિષયોમાં જાણવું. આમ સાંયોગિક પરદ્રવ્યોથી પોતાના પરમાત્મ તત્ત્વની અત્યંત ભિન્નતાનું ચિંતન એ જ તત્ત્વથી અન્યત્વભાવનાનો સાર છે. અન્યત્વ ભાવનાના ચિંતનના બળે સ્વમાં એકાગ્રતા કેળવવાની છે, સ્વમાં સ્થિર થવાનું છે, સ્વમાં ઓગળી જવાનું છે. આમ અન્યત્વ ભાવનાનું અવલંબન લેતાં રાજીમતિના ચિત્તમાંથી વિષાદના વાદળો વિખરાઇ જવા લાગ્યા. તત્ત્વ સ્પર્શનાનો સૂર્ય ઉગવા માંડ્યો. આ જ વાતના પુષ્ટિકરણમાં કહ્યું છે કે -
“જિસ દેહમેં આતમ રહે, વહ દેહ ભી જબ અન્ય હૈ, તબ ક્યા કરે ઉનકી કથા, જો ક્ષેત્ર સે ભી ભિન્ન હૈ, જો જાનતે ઈસ સત્ય કો, વે હી વિવેકી ધન્ય હૈ, ધ્રુવધામ કે આરાધકો કી બાત હી કુછ અન્ય હૈ.’’
બતાવે છે
સાતમી કડીમાં અશુચિ ભાવનાનો આદર્શ ઝળકી રહ્યો છે તે
પ્રેમ કરે જગ જન સહુ રે, નિરવાહે તે ઓર, મ. પ્રીત કરીને છાંડી દિયે રે, તેહ શું ન ચાલે જોર.. મનરા..૭
આ કડી ઉપર ચિંતન કરતા રાજીમતિને એ ખ્યાલમાં આવ્યું કે પ્રેમ એટલે દુન્યવી પદાર્થ ઉપરનો રાગ નહિ પણ ઉત્તરોત્તર વિશુદ્ધિને
જ્યાં ઈરાદાપૂર્વક ખોટું કરવું છે, ત્યાં જૂઠું બોલવું જ પડે છે અને તે દંભ છે, જે ભયંકર સંસાર છે.