Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
શ્રી તીર્થકર ભગવંતોએ સ્વયંના અનુભવના નિચોડરૂપે બ્રહ્મચર્ય અને સમાધિના દશ સ્થાનોને હૃદયમાં અવધારીને સંયમ પુષ્ટ, સંવર પુષ્ટ, સમાધિ-પુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત-બ્રહ્મચારી બની અપ્રમત્તપણે વિચરવાનું કહેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રના નિચોડ રૂપે આ જ વસ્તુને પ્રભુએ ફરમાવી છે.
આદર્શ વ્યવહાર, શુદ્ધ લક્ષણોપેત બ્રહ્મચર્ય-પાલનની વાત સૌ કોઈ આત્મા માટે સુલભ નથી, તેમ અશક્ય પણ નથી. જીવનનું આ મહામુલું અમુલ્ય ધન છે. યોગોના શક્ય એટલા રૂંધન દ્વારા બ્રહ્મચર્યનું આરાધન એ આત્મવિકાસના પગથિયારૂપે છે. નિશ્ચયથી બ્રહ્મચારીપણું એ સ્વયંથી સ્વયંમાં વિલસવા રૂપ છે, આત્મામાં મહાલવા રૂપ છે. સ્વસમય, સ્વતત્ત્વમાં રમણતા રૂપ છે સ્વરૂપાચરણ ચારિત્ર રૂપ છે. અબ્રહ્મભાવમાં રમણતા તે પરસમય, પર-તત્ત્વ, અજ્ઞાનના વિલાસરૂપ છે, મોહમાયાના આંચળારૂપ છે, જે અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિ જીવોને સુલભ છે * અને તે લોકપ્રવાહથી અનાદિ-અનંતકાળરૂપ છે જે જ્ઞાનીઓની પરિભાષામાં રોગ સમાન જાણેલ છે. આવા રોગીઓથી આખો લોક ઠસોઠસ ભરેલો
છે. “બ્રહ્મચારી ગત રોગમાં ‘ગત' શબ્દથી વર્તમાન, ભૂત અને • ભવિષ્યકાળ સંકળાયેલો છે.
જિણ જોણે તમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ, મ. એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મનરા...૧૩
અર્થ રાજીમતિનો ઉત્કટ પ્રેમ નેમિનાથ પ્રભુ પ્રત્યે બળવત્તરતાને પામી રહ્યો છે, આંતર સંવાદ દ્વારા વારંવાર પૃચ્છાને પામી રહ્યો છે અને તેના દ્વારા આંતર-વેદનાને પ્રગતિ કરી રહ્યો છે. રાજીમતિની આંતર
આત્માનો પોતાનો અર્થાત્ સ્વયંનો અધ્યાય એટલે સ્વાધ્યાય ! એટલે કે આત્માનો જ અધ્યાય! આત્મા સિવાય પર નો અધ્યાય નહિ.