Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
વિશિષ્ટતા સ્વયંને પામવાની ઉત્કટતાને આગળ ધરી દે છે. કડીનો પ્રત્યેક શબ્દ અર્થ ગાંભીર્યથી સંયોજાયેલ છે. માઁ સરસ્વતીની કૃપાએ શબ્દો સ્વયં હૃદયગુહામાંથી આવી એમની જીહ્વાગ્રેથી સરી પડ્યા છે.
1035
‘‘જિણ’’ શબ્દનો અર્થ ‘જિનેશ્વર પરમાત્મા’ થાય તેમ તેનો બીજો અર્થ ‘જેમ’ પણ થાય. ‘જાણે’ શબ્દનો અર્થ જોવું-શ્રદ્ધા અર્થમાં છે. તેથી જ –
"
“જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ, એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ.’’
એટલે કે જિનેશ્વર પરમાત્મા જેમ સ્વયંના સ્વરૂપને અકંપદશામાં વેદી રહ્યા છે, જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે તેમ હે નિજ-પરમાત્મા! આપ પણ નિજ જ્યોતિસ્વરૂપ-ચૈતન્ય આનંદઘનસ્વરૂપને પ્રતીતિમાં લાવો, અનુભવના ઉઘાડમાં લાવો ! હે રાજ ! જો સ્વરૂપવેદનમાં માત્ર એકવાર મુજ પ્રતિ દ્રષ્ટિપાત થશે તો આપની અનંત-શક્તિ દ્વારા કરાયેલ શક્તિપાત મારા અંતરના દરવાજા ઉઘાડી નાંખશે, મારી ભવોભવની અભિલાષા પૂર્ણ થશે, હું પારગામી બનીશ, આપનો મારા ઉપર અનુગ્રહ થયો એમ ‘ કહેવાશે ! આમ ‘જિણ' શબ્દથી દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયષ્ટિથી વિચારતા દ્વિ-અર્થની સંકલના જણાય છે.
મન એટલે ઇચ્છા-વિયાર-રાગ-દ્વેષનું બંડલ !
પ્રસ્તુત તેરમી કડીને પર્યાયષ્ટિથી વિચારતાં સામાન્ય અર્થ જણાય છે, જેમાં રાજીમતિનો નેમિપ્રભુ પ્રત્યેનો રાગભાવ ઉછળતો દેખાય છે, જે પરસમય-પરતત્ત્વ-પરદ્રવ્ય અને પરભાવમાં રમણતા રૂપ છે, જે બહિરાત્મપણું છે, પ્રકૃતિગત ચાંચલ્યતા છે, રાગીધરોનો રાગભાવ છે-વિકારભાવ છે, જે અજ્ઞાન અને મિથ્યાત્વભાવને પ્રસ્તુત કરે છે, કર્તાપણાના અહંકારને