Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 1021.
નથી. રાગ વિરાગમાં પલટાયો તે વીતરાગતાને સ્પર્યા વિના રહેવાનો નથી જ્યાં સ્વયંના અનંત પૂર્ણગુણોનું અભેદભાવે પરિણમન છે.
રાગ-ભાવ જ મોટો પરિગ્રહ છે. એ રાગીઓમાં જ સંભવી શકે. વિરાગી આત્માને તે સ્પર્શતો જ નથી. વૈરાગ્ય એ પોતાનો નિજ ધર્મ છે. આમ રાજીમતિના સ્વાંગમાં રહી યોગીરાજ આનંદઘનજી મહારાજે ઘણીજ માર્મિક ભાષામાં પ્રશ્નોત્તર રૂપે દોહરાવ્યું કે, “રાગી શું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ.”
હવે રાગ વિના કેમ દાખવો રે, મુગતિ સુંદરી માગ” એ કડીનું અર્થઘટન વિચારીએ. અત્રે એ જ સમજવાનું છે કે વૈરાગ્યભાવમાં વિલસતા મુમુક્ષુ જનોને થતાં પરિણામભાવ, તે સ્વયંના પ્રતિ થતાં ઉઘાડરૂપ રાગભાવ છે. સંસારી જનો ને જેવો રાગભાવ છે, તેવો તો તે છે જ નહિ, સંસારી જનોનો રાગભાવ તે તો એકાતે કર્મબંધનું કારણ છે કેમકે તેમને તો આત્મા પ્રત્યે અપ્રીતિ છે જે આત્માની ભાવહિંસા છે. આત્મા પ્રતિ સદ્ભાવ તેમને વિકસ્યો જ નથી, તેથી કર્મનો અભાવ તેમને થતો જ નથી. પરંતુ જે નૈશ્ચયિક સમ્ય દર્શન સહિત છે તે વિરાગી છે, અને જેમણે શુદ્ધઉપયોગરૂપ-સંયમધર્મના સારરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે, શુદ્ધઉપયોગ દ્વારા આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્ય કે પરભાવમાં જરા ય અહંભાવ કરતાં નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, નિર્મમત્વભાવમાં જે રઢ છે, હિંસાદિ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જેઓ સાતમા ગુણસ્થાનકના નિર્વિકલ્પ ઉપયોગમાં વારંવાર લીન હોય છે; આવા આત્માઓ આંતર, બાહ્ય પરિગ્રહના ત્યાગી છે. તેમનો સ્વભાવ રાગાદિ થી થતા ઘાતથી રહિત શુદ્ધ ચૈતન્યમય-પ્રાણમય છે. મોક્ષતત્ત્વની પૂર્ણશ્રદ્ધા સહિત સર્વજ્ઞ વીતરાગ
ભવિષ્યનો અંત લાવવો એનું નામ ઘર્મ.