Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી 999
ચંદ્રાનના, વગેરે સખીઓ કહેતી હતી કે, આ વર બધી રીતે તો સારો છે પણ રંગે શામળો છે. વરના બીજા બધા લક્ષણો તો બાજુ પર રહો, વર સૌથી પહેલા તો ગોરો હોવો જોઇએ. ત્યારે મેં સખીઓને કહેલું કે હે સખીઓ ! તમે તો એના ચામડીના વર્ણને જ જુઓ છો પણ એના ગુણો તો જુઓ ! ગુણોથી એ શ્યામ નહીં પણ શ્વેત છે. આપના ગુણો અને લક્ષણોની વાત કરીને મેં સખીઓને ચૂપ કરી દીધી હતી.
પણ આપ જ્યારે લીલા તોરણથી રથ ફેરવીને પાછા જઇ રહ્યા છો અને હસ્ત મેળાપ કરવા જરા પણ તૈયાર નથી એટલે મારી સખીઓ સાચી ઠરી છે અને હું આપની આઠ આઠ ભવના સંબંધવાળી હોવા છતાં સખીઓ આગળ ખોટી ઠરી છું. મારી સખીઓએ તો એટલી હદ સુધી મને કહેલું કે કાળાં વર્ણવાળા મનુષ્યો હૃદયના કઠોર હોય છે માટે તું તેને પરણવાની આશા છોડી દે, અને વાત પણ એમ જ બની છે. આપ મારી જરાય દયા ખાતા નથી એટલે સખીઓની આગળ હું તો એકદમ ભોંઠી પડી ગઈ છું. આપે જો રથને તોરણ તરફ પાછો વાળ્યો હોત તો મારી બાજી સુધી જાત.
સખીઓને વરનું શામળાપણું કઠે છે કારણકે લક્ષણશાસ્ત્ર શામળાપણાને કઠોરતાની નજરે જુએ છે, તેથી તેની ઇચ્છા કરવી વ્યર્થ એ વગર દ્વારા સખીઓ રાજીમતિના કલ્પાંતને શાંત કરવા સમજાવી રહી છે, છે ત્યારે સખીઓની વાતને ન ગણકારતાં રાજીમતિ કહે છે કે તમે જેને બહારથી શામળો કહો છો, તેની ભીતરમાં નજર કરીને જુઓ, તો તમને દેખાશે કે તે ગુણોથી અજોડ છે અને તેથી જ તે શામળા નહિ પણ શ્વેત છે. શ્વેતપણું શાંતતાનું પ્રતીક છે. જગતમાં વર્ણનું-રૂપનું પ્રાધાન્ય નથી પણ ગુણોનું પ્રાધાન્ય સર્વશ્રેષ્ઠ છે. એમ કહેવા દ્વારા રાજીમતિએ સખીઓને
જેમ મિઠાઈ કોઈ પણ હોય, તેમાં ગળપણ જોઈએ જ; એમ સાધન ગમે તે કરો, પણ તેમાં નિર્જરા તત્ત્વ (કર્મ ક્ષય) હોવું જ જોઈએ.