Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 1001.
તો “શામળો” શબ્દની પ્રકૃતિ યુક્તતા છે, પરંતુ “શામળો’’ શબ્દનો શ્લેષ કરતા “શામળો” થાય; તેમાં શા એટલે શાશ્વત્ અને મળો એટલે દોષો. જીવમાત્ર સત્તાએ શુદ્ધ ઉપયોગવંત હોવા છતાં અનાદિ અનંતકાળથી કર્મસંયોગે મલિન બનેલ છે. દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મનો વળગાડ તેને વળગેલ છે, તેને કારણે તેના શ્વેત એટલે ઉજળા એવા પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, સુખ, વગેરે ગુણો શામળા થઈ ગયેલા છે. અથવા આ શામળા થઈ ગયેલા ગુણોને હવે શ્વેત-ઉજળા બનાવવા પ્રયત્ન કરવાનો છે તે માટે “શામળો શબ્દમાં રહેલ “શા' એટલે શાસ્ત્રોના રહસ્યાર્થને જેમણે પચાવેલ છે તેવા કૃતધરો, પૂર્વધરો, સૂરિવરો, ઉપાધ્યાયો એ બધાને કોટિકોટિ વંદન કરવાના છે. જેઓ સદા-સર્વદા સમ્યગ્રદર્શનાદિ ગુણોથી યુક્ત છે, ઉત્તમોત્તમ શીલ અને સંયમને પાળનારા છે, શ્રેષ્ઠ તપને આચરનારા છે, જેઓ સદેવ નિરાશ્રવી છે તે શ્રમણ છે. આવા આત્માઓ તસુભાર પણ મોહને પામતા નથી. તેઓનો મોહ પ્રતિસમયે * લય પામતો હોય છે.
આવા આત્માઓ શુદ્ધ ઉપયોગની રમણતામાં રમનારા હોવાથી સ્વભાવ લક્ષણથી જ્ઞાન-દર્શન યુક્ત છે. શરીર હોવા છતાં અશરીરી ભાવ તેમને વર્તે છે. કિલષ્ટ કર્માષ્ટક બંધથી વિમુક્તતા વર્તે છે, તેથી તે સદેવ શાશ્વત સુખી છે માટે તેઓ જ શાશ્વત શબ્દને સાર્થક કરનારા છે. જે શાસ્ત્રના અર્થને માત્ર ભણતા જ નથી, ગોખતા જ નથી, ધ્યાવે પણ છે અને તેથી તે ઘાતિકર્મોનો નાશ કરનારા છે તે શ્રમણ છે. ધ્યાનને ધ્યાવતાં સર્વ પદાર્થોમાં નિઃશંકતા પ્રાપ્ત થાય છે માટે જે માત્ર ગોખણપટ્ટી જ કરે છે, માત્ર શાસ્ત્ર પાઠી છે તેને મૂર્ખ પણ કહ્યા છે કારણકે નિજ તત્ત્વથી તેઓ અજાણ છે. અનુભવમાં, પ્રતીતિમાં, લક્ષ્યમાં સ્વ તત્ત્વ તેમને આવ્યુ
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-આશ્રિત ભાવ આવે તે વ્યવહારધર્મ છે. ભાવ આશ્રિત ભાવ આવે તે નિશ્ચયધર્મ છે.