Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1000 +
1000 , હૃદય નયન નિહાળે જગધણી
ચૂપ કરી દીધી હતી તે રાજીમતિ, નેમિપ્રભુ તોરણથી પાછા ફરી જવાથી કલ્પાંત કરી રહી છે, વલોપાત કરી રહી છે પરંતુ આ કડીના માધ્યમ દ્વારા શ્રીમદ્ આનંદઘનજી મહારાજાનો અંગુલિનિર્દેશ તો કંઈ ઓર જ દૃષ્ટિકોણ ધરાવે છે.
વિવેચનઃ શ્રીમદ્ આનંદઘનજીની હૃદયવ્યથા રાજમતિના માધ્યમે સ્વ તત્ત્વને પામવા ઉત્કટને ઉત્કટ બની રહી છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારતા સ્તવનની કડીના પ્રત્યેક પદો વિશેષ વિશેષ જ્ઞાનગાંભીર્ય તરફ જઈ રહ્યા છે.
સખી કહે એ શામળો રે" - એમાં સખી શબ્દનોં અર્થ પ્રકૃતિનાં ધર્મોવાળી, ચાંચલ્યથી યુક્ત, સ્ત્રી એવો થાય પરંતુ “સખી’ શબ્દનો શ્લેષ કરતા સ+ખ+ઈ થાય. તેમાં સ એટલે સમ્યકત્વ, ખ એટલે આકાશ અર્થાત્ અભાવ, શૂન્યતા અને છે એટલે ગાઢ અર્થાત્ જેમાં સમ્યકત્વનો અત્યંત અભાવ છે એટલે કે જે મિથ્યાત્વ પરિણતિથી યુક્ત છે, જે પરભાવમાં રમણતા કરે છે. જેનામાં દરેક વસ્તુને ઉપર-ઉપરથી જ જોવાપણું છે-જેનામાં વસ્તુતત્ત્વને પામવાનું ઊંડાણ નથી તે સખી છે તે સ્ત્રી છે. જ્ઞાનની સ્પર્શના ન હોવાના કારણે જે પરદ્રવ્ય-પરક્ષેત્રપરકાળ અને પરભાવમાં રમણ કરનારી છે તે સખી છે. જે ક્ષુદ્રતાતુચ્છતાદિ દોષોને વરેલી છે તે સખી છે.
“સખી કહે એ શામળો રે” તેમાં શામળાપણું એ લક્ષણશાસ્ત્ર મુજબ કઠોરતાને સૂચવે છે. કૃષ્ણવર્ણ વેધક સ્વભાવવાળો હોવાથી ફળને નિપજાવનાર છે. કૃષ્ણવર્ણ યુક્ત પદાર્થમાં વેધકતા-તીર્ણતા-કઠોરતા હોય છે. આ તો થઈ પદાર્થયુક્ત અવસ્થા પણ તાત્ત્વિક અર્થ ઘટનમાં “શામળો” શબ્દ તેના વર્ણગુણના ધર્મરૂપે ચિંતવવાનો નથી કારણકે તે
સામેના માણસ પાસે અંશે પણ જે સત્ય તત્ત્વ હોય તેને સ્વીકારવું તેનું નામ પ્રામાણિકતા છે.