Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
997
કામી, “સવિ જીવ કરું શાસન રસી'ની પરમોત્તમ ભાવનાને સ્પર્શનારા શ્રી તીર્થંકરપ્રભુના વરદ્ હસ્તેથી જ્યોતિપુંજ રૂપ “દાન' પ્રભાવના તેમની હયાતી જ જીવંત કોટિ સૂર્ય કરતાં અત્યંત પ્રભાવપૂર્ણ રૂપમાં જીવમાત્રને
સ્વરૂપમોક્ષ પ્રદાન કરે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. ઉત્તરોત્તર ભાવ વિશુદ્ધિને પ્રાપ્ત કરવા દ્વારા કલ્યાણકામીત્વરૂપ મોક્ષને વરે જ તેમાં કોઈ સંશય નથી. તીર્થકરોના દેહમાંથી નીકળતા તેજોરશ્મિ અન્યને સ્પર્યા વિના રહે જ નહિ, જીવોનું કલ્યાણ થાય-થાયને-થાયજ !! તીર્થંકર પરમાત્માઓના પાર્થિવ-દેહમાંથી નીકળતી “ઓરા યોગ્ય આત્માઓને સ્પર્યા વિના રહે જ નહિ. આ મહાપુરુષો તો જંગમ પ્રતિમારૂપ તીર્થ છે. તેમને સ્પર્શેલી ધૂળ પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે. એમની સાચવી રાખેલી દાઢાના પાણીનો સ્પર્શ થતાં ઈન્દ્રોના કષાય પણ શાંત પડી જતાં હોય છે.
લોકમાં આ પણ જોવાય છે કે અગ્નિ પોતે પોતાના પૂર્ણરૂપમાં છે, તે પોતાની ઉષ્ણતાને રેલાવતો નથી પણ ઉષ્ણતા જેનો સ્વભાવ ગત ગુણ છે, તે સ્વયમેવ રેલાઈ છે. અગ્નિ પોતાના સાનિધ્યમાં આવનાર પ્રત્યેકને ઉષ્ણતાથી પ્લાવિત કરે છે, ઉષ્મા-હુંફ આપે છે-લાભયુક્ત કરે છે. તેમ જે સ્વયંની જ્યોતિમાં એકરૂપ થઈ ગયા છે, બ્રહ્મસ્વરૂપ થયા છે તેના સાનિધ્યમાં આવનાર પ્રત્યેકને તેની ઓરા જ્યોતિપુંજ સ્પર્યા વગર રહે નહિ, સ્પલ જ્યોતિપુંજ તેની ઉત્તરોત્તર ભાવવિશુદ્ધિને કરે, શુદ્ધ ઉપયોગમાં રમણતા કરાવે. આત્મપ્રદેશોમાં થતી આ ભાવસ્પર્શના જીવને કલ્યાણકામી બનાવીને સ્વરૂપમોક્ષને જરૂર મેળવી આપે. ' હે પ્રભુ! શું ચંદ્રમાં સૂર્ય કરતા કરોડો પ્રકાશવર્ષ દૂર રહીને તેની શીતળતા જીવમાત્રમાં નથી ફેલાવતો ? પોતાના શીત રશ્મિઓથી શું જગતને વ્યાપ્ત કરતો નથી ? દૂર હોવા છતાં ચંદ્રમાના રશ્મિ કિરણો
ભોગમાં જીવ ભોગ્ય પદાર્થનો ત્યાગ કરવા માટે સ્વાધીન છે. ભોગ નથી ત્યાં રોગ નથી.