Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
996
હૃદય નયન નિહાળે જગધણી
સ્વતત્ત્વમાં એકરૂપતા-લીનતા સધાય છે ત્યારે કર્મ પરિણામ સાથે ગ્રાહ્યગ્રાહકભાવ રહેતો નથી. તેથી ત્યાં પૂર્વે બંધાયેલ કર્મો અત્યંત પણે ખરી પડે છે-નિર્જરી જાય છે, તે જ આત્માની આત્યંતિક નિર્મળતા છે. આવી સ્થિતિમાં કર્મનું દાસત્વ-ગુલામીપણું ટળે છે. ત્રિકાળી ધ્રુવ પરમ વિશુદ્ધ આત્મદ્રવ્ય સ્વયંની જ્યોતિરૂપતામાં લીન બને છે તે જ સ્વભાવ-રમણતારૂપ સફળ ચારિત્ર છે. સ્વરૂપાચરણ ચારિત્ર છે.
હે પ્રભુ! હવે સમજાય છે કે કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેલો. આ પાર્થિવ સૂર્ય સમગ્ર લોકને પ્રકાશી રહ્યો છે, તેની ઉષ્ણતાને બક્ષી રહ્યો છે, સમસ્ત જીવરાશિ તે ઉષ્ણતા જ્યોતિથી નવપલ્લવિત બનીને મહાલી રહી છે, તેમાં સૂર્ય તો પોતાના સ્વભાવગત બિંબમાં પૂર્ણપણે પ્રકાશી રહ્યો છે; પરંતુ તેના પ્રકાશ-રેણુઓ/પ્રકાશ-કિરણો/ઉષ્ણતા By-product રૂપમાં નિખરી રહ્યા છે. લોકમાં રહેલ જીવમાત્રને તેની ઉષ્ણતાનો લાભ અનાયાસે પ્રાપ્ત થાય છે. સૂર્ય કદાપિ પોતાનું સ્થાન છોડીને પોતાના ગુણધર્મરૂપ ઉષ્ણતાને બક્ષવા જતો નથી. ઉષ્ણતા આપમેળે કાંઇ પણ કર્યા વિના ફેલાઇ રહી છે. જો કોઇ એનો લાભ ઉઠાવી શકતા નથી તો તેમાં સૂર્યનો દોષ નથી. ઘુવડ જેવા પક્ષીએ સૂર્યને જોયો નથી તેમાં સૂર્યનો દોષ નથી. સૂર્ય તેના સ્વરૂપમાં નિત્ય પ્રકાશમાન હોવા છતાં જેમ ઘુવડ પક્ષી તેનો લાભ પામતું નથી તેમ તારક પરમાત્માનું શાસન સદા માટે સમ્યગ્ જ્ઞાનનો પ્રકાશ ફેલાવતું હોવા છતાં અવિ, દુર્ભાવિ, વગેરે જીવો પોતાના સ્વભાવગત મહામિથ્યાત્વરૂપ અંધકારને જ ભજે છે તે, તેના પ્રાકૃતિક સ્વભાવગત દોષને જ આભારી છે.
જો કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેવા છતાં સૂર્યની જ્યોતિરૂપ ઉષ્ણતા સહજ રીતે જીવમાત્રને સ્પર્શે છે, લાભયુક્ત થાય છે, તો પરમ કલ્યાણના
રોગમાં જીવ, પર સેવા વડે કરીને અને કર્મના ઉદયે કરીને પરાધીન છે.