Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
990
990
, હૃદય નયન નિહાળે જગધણી
,
વપરાય છે તેવા અર્થમાં અહિંયા પ્રસ્તુત ત્યાગ અને ગ્રહણની વાત નથી. સામાન્યથી બાહ્યદૃષ્ટિથી કરાતા ઘરબારને છોડવારૂપ ત્યાગને ત્યાગ મનાય છે અને અણુવ્રતો કે મહાવ્રતોનો તેમજ વેશ પરિવર્તનના સ્વીકારને ગ્રહણ મનાય છે. જૈન દર્શને અનેકાન્ત અને સ્યાદ્વાદના માધ્યમ દ્વારા જે ત્યાગ અને ગ્રહણની વાત કરી છે તે અન્ય કોઈએ કરી જ નથી. જૈનદર્શન પરદ્રવ્ય, પર-ક્ષેત્ર, પર-કાળ અને પર-ભાવને છોડવાની વાત કરે છે અને
સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વભાવને સ્વીકારવાની વાત કરે છે. એ વિસ્થાપનની સાથે સાથે સ્થાપનની વાત કરી સ્થાપન પ્રતિના પ્રસ્થાનનો સુસ્પષ્ટ સરળ-સુરેખ-અખંડ મોક્ષમાર્ગ બતાડે છે. . .
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, સ્વયને જાણે છે માટે જ્ઞાતા છે, તેવા દઢજ્ઞાનની વાત અહિંયા કહેવી છે અને ત્યાગ એટલે જે પરિણામ-ફળક્રિયા-પર્યાય આવે તેમાં મમત્વ બુદ્ધિનો ત્યાગ તેને અહિંયા બતાવવો છે. હું તો ત્રિકાળી-ધ્રુવ-પ્રત્યક્ષ પ્રતિભાસમય આત્મદ્રવ્ય છું માટે પર્યાયમાં થતાં પરિણામ પણ મારા નહીં એવો જે સહજ સ્વીકાર, ભીતરમાંથી ઉભરતો અને ઉભરાતો વૈરાગ્યમય ભાવ તે ત્યાગ છે. જેમાં છોડવાનું નથી, દમન નથી, બળાત્કાર નથી પરંતુ સંસ્કારિત ભાવ હોવાથી સહેજે છુટી જવાપણું છે તે ત્યાગ છે. આ બધા સમ્યગુદૃષ્ટિ આત્માના સ્વભાવ લક્ષણો છે. સમ્યકત્વનું ગ્રહણ અને મિથ્યાત્વના ત્યાગની આ વાત છે. સ્વ-તત્ત્વ, સ્વ-સમય, ત્રિકાળી ધ્રુવદ્રવ્યમાં સ્થિતિવંત દશા, તેમાં ઠરવાપણું તે જ સ્વભાવનું ગ્રહણ જાણવું અને પર-સમય, પરતત્ત્વ, પર-ભાવમાં રમણતાને છોડવી, રાગાદિ ભાવોથી વિરમવુંઅટકવું તેનું નામ ત્યાગ સમજવો.
તત્ત્વદષ્ટિથી વિચારતાં આ જ સાચું સન્યાસીપણું-સાધુપણું છે.
ઘર્મ તત્ત્વ એકાંતે આત્મદ્રવ્ય છે. કર્મ તત્ત્વ એકાંતે પુણલદ્રવ્ય છે. '