Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 991
-
88ી
અહિંયા સમ્યજ્ઞાનનું ગ્રહણ છે, અજ્ઞાનનો ત્યાગ છે. સ્વમાં સ્થાપન છે અને પરથી ઉત્થાપન છે. સમતાનું ગ્રહણ છે, મમતાનો ત્યાગ છે. સ્વભાવનું ગ્રહણ છે, વિભાવનો ત્યાગ છે.
પર-પદાર્થ પોતાનામાં છે, તેનું સ્વતંત્ર પરિણમન સમયે સમયે ચાલુ છે. જ્ઞાન સ્વભાવી આત્મા જ્યારે પોતાના સ્વભાવમાં રહે છે ત્યારે તેને પર-પદાર્થનું-વિભાવભાવોનું ગ્રહણ જ હોતું નથી કારણકે મમતા પૂર્વકના ગ્રહણને જ અધ્યાત્મમાં ગ્રહણ મનાયું છે. મમત્વભાવ એ જ વળગાડ છે અને એ જ તો ગ્રહણ છે. જો એ ન હોય તો પછી આત્માને જ્ઞાયકભાવમાં જ રહેવાપણું હોય છે. તેને સતત ખ્યાલ હોય છે કે પર પદાર્થના લક્ષે થતાં ભાવ મારા નથી તેમ આત્માના લક્ષે થતો ભેદ એ પણ મારો નથી. પરિણામમાં મમતા નથી, મારાપણું નથી. મારાપણું એક માત્ર ત્રિકાળી દ્રવ્યમાં છે. સ્વ-સ્વામી સંબંધ શુદ્ધાત્મામાં છે.
- પરિણામ પ્રત્યેના મમત્વનો ત્યાગ એનું નામ ત્યાગ છે કેમ કે પરિણામ પ્રત્યે ગ્રહણભાવ નથી. આ પ્રકારની જ્ઞાનશક્તિ કે વૈરાગ્યશક્તિ એક અંતર્મુહૂર્તમાં પ્રગટે છે. તેથી તેને ખ્યાલ આવે છે કે કોઈ પણ પર્યાય પ્રગટ થાય તેનો હું સ્વામી નથી. હું તો શુદ્ધાત્માનો સ્વામી છું, જ્ઞાયક " મારો સ્વ અને હું તેનો સ્વામી છે. પરાશ્રિત કે સ્વાશ્રિત જે નાશવંત પરિણામ પેદા થાય છે તેનો હું સ્વામી નથી. ' આમ ત્રિકાળી, ધ્રુવ, શુદ્ધ આત્મદ્રવ્ય સાથે સંબંધ જોડવો તે ગ્રહણ અને પર્યાય-પરિણામ સાથે સંબંધ તોડવો તે ત્યાગ છે. કિન્તુ અનાદિ અનંત કાળથી જન્મ-જન્માંતરમાં ભટકતાં અજ્ઞાની-મિથ્યાત્વી જીવોનો સંબંધ પર્યાય સાથે છે. તેથી શરીર મારું, કુટુમ્બ મારું, પરિવારપૈસા-ધન-વૈભવ મારો; આવા પર્યાયનું ગ્રહણ સતત ચાલુ-જ છે, જેને
સાઘક સાધન રહિત ન હોય અને સાધ્યના લક્ષ્ય વિનાનો ન હોય.