Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
9 981
પર્યાયમાં પ્રગટી રહ્યા છે, તેમાં જીવાત્માનો પુરુષાર્થ રહેલો છે. સ્વ પ્રતિ ઉપયોગને ઢાળતા રાગ ધીમે ધીમે બદલાતો જાય છે, ઘટતો જાય છે વિશુદ્ધતાને સ્પર્શતો જાય છે. રાગ વીતરાગતામાં પરિણમે તે પહેલા પ્રત્યેક કક્ષાઓથી આત્માને આગળ વધારવાનો છે. શુદ્ધ પ્રેમ પ્રતિ સમયે આત્મામાંથી અંકુરિત થાય છે. યોગીરાજ કહે છે કે એક વખત આત્મા પ્રત્યે વિશુદ્ધ પ્રેમ પ્રગટાવ્યો હોય, ઉત્તરોત્તર તે વૃદ્ધિ પામતો હોય છતાં જે જીવો આવી સ્વ સાથેની પ્રીતિને છોડી દે છે અને દુન્યવી પ્રેમ-રાગમાં ફસાઈ જાય છે, તેવા જીવો અજ્ઞાન-મિથ્યાત્વાદિથી યુક્ત છે. તેવા જીવો પ્રતિ આપણું શું જોર ચાલી શકે ? આપણે શું કરી શકીએ ? આત્માનો નિર્મળ પ્રેમ સમ્યગદર્શનાદિથી યુક્ત છે, જેમાં જીવે સ્વયંની આંતરલબ્ધિને વરવાનું હોય છે. દુન્યવી પ્રીતિ આખરે સંસાર સમુદ્રમાં ડુબાડી દેનાર છે. આમ યોગીરાજ પોતે રાજીમતિના સ્વાંગમાં રહી પોતાનું આંતર મંથન-હૃદય વલોણું કરી રહ્યા છે અને એ વાત તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે કે આપણે સૌએ સ્વયંના તત્ત્વમાં વિલીન થઈ જવાનું છે-સ્વમાં ઓગળી જવાનું છે-પરમાં એક ક્ષણ પણ રાચવાનું નથી. એક વખત હાથમાં આવેલ આ મનુષ્યભવ, તેમાં પરમાત્મપ્રેમ પ્રગટ થયા પછી જરાપણ પ્રમાદમાં ન રહેવું-ગાફેલ ન થવું. ઉપર ચઢ્યા પછી ઉપર જ ચઢતા રહેવું પણ નીચે ન ઉતરવું. આમ સ્તવનની આ કડીમાં પ્રમાદી બનેલી ચેતનની ચેતનાને ઢંઢોળી ઢંઢોળીને જગાડવાની વાત તેઓશ્રી કરી રહ્યા છે.
' ઉપશમશ્રેણી સુધી ચઢેલા અને ઠેઠ અગિયારમા ગુણસ્થાનકની વીતરાગતાનો આસ્વાદ પામેલા એવા અનંતા ચૌદપૂર્વીઓ ત્યાંથી પાછા ફરી પ્રમાદી બની આજે નિગોદમાં રૂલે છે; તેમજ શ્રેણિકાદિની જેમ ક્ષાયિક સમકિત અને જિનનામકર્મની નિકાચના કરવા છતાં પૂર્વબદ્ધ - નરકાયુષ્યને કારણે પહેલી-બીજી અને ત્રીજી નારકીમાં રહેલા તીર્થકરના
શેય જેના જ્ઞાનમાં જણાય છે, તે પરમાત્મા.