Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
- શ્રી નેમિનાથજી , 970
અનુભવેલ તત્ત્વનુ જબરજસ્ત આકર્ષણ, રુચિ અને સ્મૃતિ હોય છે, તેથી જેમ અંદરથી ઠરવાપણું નથી હોતું કારણકે અવિરતિનો ઉદય છે, તેમ બહાર પણ ઠરવાપણું નથી હોતું કારણકે સમ્યકત્વની સ્પર્શના છે. આત્મતત્ત્વની ઝાંખી હોય છે. અહિંયા જ્ઞાનધારા અને કર્મધારા બે જુદી અનુભવાય છે. વીતરાગ પરિણતિનો અંશ પ્રગટી ચૂકેલો છે એટલે તેનું જ આકર્ષણ રહે છે. સંસારના કાર્યો રસ રહિત કરાય છે. ધર્મના કાર્યોમાં ઉત્સાહ-આનંદ-રુચિ-બહુમાન-આદર હોય છે. જીવો પ્રત્યે મૈત્રી-પ્રેમવાત્સલ્ય ઉભરાય છે. અહિંયા હવે કોઈ અપરાધી લાગતું નથી. જીવ માત્ર નિર્દોષ દેખાય છે. પ્રેમયોગ અને તત્ત્વબોધની મુખ્યતા હોય છે. - પાંચમી ભૂમિકામાં ચારિત્રની દેશથી સ્પર્શના હોય છે. ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હોય છે. નિવૃત્તિરૂપ ચારિત્ર ગૌણભાવે હોય છે. પ્રેમયોગી બનેલા આત્માઓ ઉદયકર્મને સમભાવે વેચે છે તેમજ યમદિનું પાલન પણ સમભાવે હોય છે. શાસ્ત્ર અનુસારે ન્યાય-નીતિ-સદાચારનું વ્યવહારમાં 'પાલન હોય છે. દેવ-ગુરુ-સાધર્મિક બંધુઓની સેવા હોય છે. સત્ય-પ્રેમનો - ઉદય હોય છે. શુદ્ધતા યુક્ત સ્થિરબુદ્ધિ પ્રગટે છે. અણુવ્રતાદિનું પાલન તથા તપધર્મનું સેવન હોય છે. કષાયનો ત્યાગ હોય છે તેમજ ચારિત્ર સ્વીકારવાના મનોરથ હોય છે. . છઠ્ઠીભૂમિકામાં શુદ્ધિ કરતા કરતા આગળ વધેલ હોવાથી આરંભસમારંભમય પાપપ્રવૃત્તિઓનો ત્યાગ, વિષયવાસના-પરિગ્રહવૃત્તિ, લોકેષણા વગેરેનો ક્ષય થયો હોવાથી અભેદભાવે પ્રેમ પ્રગટ થાય છે. સંકલ્પવિકલ્પની અત્યંત અલ્પતાવાળું, કષાય વિનાનું, સ્વરૂપમાં રમણતાવાળું જગતથી સર્વથા નિર્લેપ જીવન હોય છે. શરીરની સ્પૃહાથી પણ તેમનું મન સર્વથા વિરામ પામેલું હોય છે. સ્વ અને પરનો યર્થાથબોધ હોવાથી
શેયને જાણીને શેયને યોંટે તે બહિરાત્મા.