Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 967
આત્માનું જ પ્રદાન કર્યું છે, તે વાત ભૂલવા જેવી નથી માટે તેમની નિંદાથી લાખો યોજન દૂર રહેવા જેવું છે.
મારું તો એમાં કશું નહીં રે, આપ વિચારો રાજ, મ. રાજસભામાં બેસતાં રે, કિસહી વધશે લાજ.. મનરા..૬
અર્થ: રાજીમતિ કહે છે કે, આપે જે આ અયોગ્ય આચરણ કરેલું છે તેમાં મારું તો કંઈ જવાનું નથી પણ હે નાથ ! આપ જરા વિચાર કરો કે, આપ જ્યારે રાજસભામાં અનેક લોકોની વચ્ચે બેસશો ત્યારે તે વખતે આપની શોભા કેવી વધશે ? તેનો જરા વિચાર કરો અને રથને પાછો ફેરવો.
જો મેં કંઈપણ અપકૃત્ય કર્યું હોય અને આપ મારી સાથેનો પ્રેમ તોડતા હો તો તેમાં આપનો કોઈ દોષ નથી, પણ હું શુદ્ધ છું, સત્યપ્રતિજ્ઞાવાળી છું. વળી આપે વિવાહ કરી મારું પાણિગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરી છે અને તે માટે થઈને જ યાદવોની સાથે જાન લઈને આપ અત્રે આવ્યા છો. તેમ છતાં આપ તોરણથી રથ ફેરવીને પાછા જાવ છો તે બરાબર નથી. આપની શોભા રાજસભામાં બેસતાં વધશે નહિ પરંતુ પ્રતિજ્ઞા ભંગ કરવા રૂપ વાતથી ઘટશે માટે આપ સત્યપ્રતિજ્ઞાવાળા બનો. જેમ આપે વાગ્દાન સ્વીકાર્યું છે તેમ કન્યાદાન પણ સ્વીકારો.
રાજસભામાં બેસતાં પૂર્વે આપ હસીને પાત્ર ન બનો. ચતુર રાજકુંવરો દ્વારા આપ ઉપહાસને ન પામો !
વિવેચનઃ પ્રેમના ઘેરા વમળમાં ફસાતી રાજમતિએ ઉપાલંભ આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આ જ વાતને આધ્યાત્મિક દૃષ્ટિએ વાગોળતાં કંઈક નવું જે અર્થઘટન થશે કે આનંદઘનજીની પ્રકૃતિ જે
વીતરાગદષ્ટિ એ સિદ્ધદષ્ટિ છે. એ સ્યાદ્વાદ દષ્ટિ છે. રચાદ્વાદષ્ટિ એ સંસારીજીવને વીતરાગદષ્ટિવંત બનાવવાનું સાધન છે.