Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 973
તેવા શુભ કે અશુભ વિકલ્પો આવે પણ જો તેની સાથે એકત્વ કરે તો ત્યાં અશુદ્ધતા આવી જાય અને સવિકલ્પ દશામાં પણ જો એકત્વ ન કરે તો શુદ્ધ જ રહે. ભેદજ્ઞાન વિનાની શાંતિ-સ્થિરતા ગમે તેટલા સારી હોય તો પણ તે વાસ્તવમાં સારી નથી. યથાર્થ પરિણમન ન આવે ત્યાં સુધી વસ્તુ ન મળે. જેટલા અંશમાં શાંતિ-શુદ્ધતા અનુભવાય છે, તેમાં એકત્વ નથી કરવાનું પણ તેને ઉદયધારાથી (કર્મધારાથી) જુદા પાડતા જવાનું છે. શબ્દ દ્વારા તે જુદી પાડી શકાતી નથી પણ ભીતરમાં શાનથી જુદી કરી શકાય છે. જ્ઞાનથી જુદી કરાય તો જ અનુભવમાં જુદી અનુભવી શકાય. એકવાર ઉદયધારા અને શુદ્ધતા, એ બેનો ભેદ પડી જાય તો કામ થઈ જાય તેમ છે. પછી ઉપયોગ, ઉદયધારાથી છુટો પડીને તે શુદ્ધતાને વધુને વધુ પોતાનામાં સમાવે, ઉપયોગ વધુ ને વધુ તેની સાથે જોડાય. ઉપયોગનું ફોકસ વધુને વધુ તે પ્રગટ થયેલ, વીતરાગ પરિણતિના અંશ ઉપર નાંખીને તેને ઉદયધારાથી છુટો પાડ્યા કરે. આમ કરવાથી વીતરાગ પરિણતિનું પરિણમન વધુને વધુ જોર પકડતું જાય છે અને ઉદય ધારાથી તે વીતરાગ પરિણતિ છુટી પડતી જાય છે અને આ જ અત્યંતર મોક્ષમાર્ગ છે. પોતાનું શુદ્ધસ્વરૂપ જે અંશથી પ્રગટ થયું છે તેને વારંવાર ઉપયોગમાં લઈને - તેનું વારંવાર ધ્યાન કરીને ઉદયધારાથી સતત છુટા પાડતા રહેવાનું છે. આ પ્રયત્ન સતત જારી રાખવાનો છે. આ વસ્તુ રાગ-દ્વેષ વિનાની છે. મારા-તારા વિનાની છે. ભેદજ્ઞાન થયા પછી ઉપયોગ પોતાની સાથે રહે તે સાચી શાંતિ કહેવાય. સ્વસંવેદન કહેવાય. તે પહેલાની શાંતિ કે સંવેદન એ પોતાનું નથી. આત્મામાં જે શુદ્ધાંશ પ્રગટ્યો છે, તેને ક્ષણે ક્ષણે છુટો પાડીને તેમાં ઉપયોગને સ્થિર
બહિરાત્મા અસાધક છે. અંતરાત્મા સાધક છે. પરમાત્મા સિદ્ધ છે.