Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
956
હૃદય નયન નિહાળે જગધણી
ખંડપણું એટલે પાંચ ઈન્દ્રિયો મળી યાવત્ એકેન્દ્રિયપણાની પ્રાપ્તિ થઈ.
૩) સહજ વીર્યશક્તિના ધારક એવા સ્વયંના સ્વભાવનો નિષેધ કરતાં અલ્પવીર્ય મળ્યું એટલે મનબળ, વચનબળ, કાયબળ મળ્યાં. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય રૂપ ભાવપ્રાણોની શ્રદ્ધા ન કરી, માટે દ્રવ્યપ્રાણોને ધારણ કરી ચારેગતિમાં અનંતકાળ રખડવાપણું થયું.
૪) અનંતગુણમય અને અનંત આનંદમય એવા પોતાના પ્રભુને ન જાણ્યો, ન શ્રદ્ધેય કર્યો, માટે તો શ્વાસોશ્વાસરૂપ ખેદને ધારણ કરવો પડ્યો.
આત્મવિશુદ્ધિ થતાં ચિત્તવિભ્રમ નીકળી જાય છે. આત્માના ત્રિકાળી, ધ્રુવ, પરમ પારિણામિકભાવ સ્વરૂપ ચૈતન્યનું લક્ષ્ય રાખીને ચાલીએ તો પ્રત્યેક સમયે મિથ્યાત્વના દલિકો નીકળતા જ જાય છે. પર્યાયમાં શુદ્ધિ એ પોતાના ઘર તરફ દૃષ્ટિ કરવાથી થાય છે. પરમ પારિણામિકભાવનું આલંબન એ શુદ્ધાત્માનું આલંબન છે, તેના અવલંબને પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે.
(ધરીયો યોગ ધતૂર) – આનો મર્મ સમજાતા રાજીમતિએ શ્રેય અને પ્રેય બેને જુદુ કરી નાખ્યું. ‘પ્રેમ કલ્પતરૂ’ બહારની કોઇ દુન્યવી ચીજ નથી પણ સ્વયંની ચૈતન્ય જ્યોતિ, એ જ પ્રેમકલ્પતરૂ છે. જ્યારે બહિરાત્મભાવો-અજ્ઞાનભાવો-કષાયભાવો એ ધતૂર વિષ વેલડી જેવા છે; તેનું છેદન-ભેદન સાધનામાં અતિઆવશ્યક જણાય તો જ નિજ-પરમાત્માને પામી શકાય.
ધરીયો યોગ ધતૂરમાં ‘ધરીયો યોગ' શબ્દ મુમુક્ષુપણું, સંન્યાસપણું, અપરિગ્રહીપણું, વિરાગીપણું, સ્થિરપણું જેણે પ્રાપ્ત કર્યુ છે તેને ઉદ્દેશીને
ધારણા-ધ્યાન-સમાધિ એ મનને સ્થિર રાખવાની-મનને સ્વાઘીન રાખવાની પ્રક્રિયા છે.