Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
932
. હૃદય નયન નિહાળે જગધણી
પોતાના દેહમાં રહેલ ચૈતન્યમય પરમાત્માને વિનવી રહેલ છે.
અત્રે શ્રીમદ્ આનંદઘનજી મહારાજને પોતાની જ પ્રકૃતિ (પર્યાય) કે જે સ્ત્રી તત્ત્વ છે અને માનવનું ખોળિયું ધારણ કરીને રહેલ છે, તે પ્રકૃતિની પાછળ પોતાનો ચૈતન્યમય ભગવાન આત્મા છુપાઈ ને રહેલ છે, તેની ઓળખ થવાથી હવે તેઓ પોતે પ્રકૃતિરૂપે રહેલ આનંદઘનજીના ખોળિયામાં ઓતપ્રોત થઈને-રાજીમતિનો સ્વાંગ સજીને નેમ-રાજુલના પ્રસંગને માત્ર ઐતિહાસિક ન સમજતાં પોતાના નિજ પરમાત્માને પ્રગટ કરવા નેમિનાથ પ્રભુને વિનંતી કરી રહ્યા છે અને તે માટે થઈને હૃદયની નિર્મળ પ્રેમની ગંગાને વહાવી રહ્યા છે, જેને પહેલી તેર કડીઓમાં ઓલભા આપવા સહિત બતાવી રહ્યા છે. જેની ઉપર અતિ પ્રેમ હોય તે વ્યક્તિને પોતાનું ઈષ્ટતત્ત્વ જ્યારે ન મળે, ત્યારે ઓલંભા આંપવા તે ભક્તિનો એક પ્રકાર છે. ભક્ત ભગવાનમય બનીને જીવતો હોય છે, પ્રભુને સર્વસ્વ સમર્પણ કરીને રહેલ હોય છે, તેનું સામ્રાજ્ય જગતથી જુદુ હોય છે, તે જે કાંઈ પણ કરે તેને પ્રભુ માન્ય રાખે છે; કારણકે પ્રભુને ખબર છે કે તે મારો છે. સંતાન માતપિતા સાથે રુસણા ધ્યે-અબોલા લે-કીટ્ટા કરે તેવો આ ભક્તિ વ્યવહાર છે.
રાજીમતિ તે સ્ત્રી કલેવરને ધારણ કરવાથી ખોળિયુ સ્ત્રીનું છે પણ તેમાં બિરાજમાન પુરુષ ચૈતન્ય છે, જે અંતરાત્મ સ્વરૂપે છે, જેમાં આંતર મનથી ઉપર ઉઠવાપણું છે. તે પોતે સ્વયંની ભાવચેતનાને જગાડવા પુરુષાર્થ શીલ છે. રાગીમાંથી વિરાગી બનવા તત્પર છે. તેનાથી કર્તાપણાનો જે અહંકાર હતો તે ઓગળવા લાગ્યો, જ્ઞાન ચેતના વિકસ્વર થવા લાગી, જે હેય હતું તેનો બોધ થતાં, તે શેય પણામાં પરિવર્તિત થયું. આમ અજ્ઞાન, મિથ્યાત્વ, બહિરાત્મભાવ, તત્ત્વમાં અશ્રદ્ધાન વગેરેનો યથાર્થ
ઘર્મ તત્વથી ઘર્મનું સ્વરૂપ સમજે. નામ ઘર્મથી ઘર્મ ન સમજો.