Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
942
હૃદય નયન નિહાળે જગધણી
હો કાળો
માત્ર સ્ત્રીના તરફનો જ સ્નેહ હોય અને આપ સ્નેહ વગરના થાઓ તે યોગ્ય નથી, બન્ને તરફના સ્નેહની જરૂર છે, મહાદેવ અને પાર્વતી વચ્ચે કેવો સ્નેહ છે? તે આપ વિચારો ! મોટાઓ આવો સ્નેહ રાખે છે, જ્યારે આપ મોટા હોવા છતાં તેમ કરતા નથી તો તે વાત કેટલી યોગ્ય છે, તેનો વિચાર કરી આપ રથને પાછો વાળો.
વિવેચનઃ પ્રસ્તુતમાં રાજીમતિમાં રહેલો પ્રાકૃત બહિરાત્મભાવ પોતાની હૃદય-વ્યથાને વાચા આપીને કહી રહ્યો છે કે હે જગનાથ ! તમે તો સત્યના જીવંત રૂપ છો, સત્યના આચરણના પક્ષમાં છો, તો વિદિત કરો કે સચ્ચાઈનો આપ એકાંત તો કરતા નથીને ? માત્ર નારીની એકપક્ષીય સ્નેહ શા કામનો?
તાત્ત્વિક અર્થઘટન કરીએ તો નારી એટલે પ્રકૃતિ એટલે કે પોતાને પ્રાપ્ત થયેલ દેહ કે જે સ્ત્રીલીંગે પ્રકૃતિ તરીકે ઓળખાય છે અને તેમાં બિરાજમાન પુરુષ ચૈતન્ય તેનો સ્વામિ આતમરામ-નેમિનાથ ભગવાન છે.
રાજીમતિ સ્વયંના ચૈતન્યના પક્ષે રહીને પોતામાં રહેલ પ્રાકૃત દેહને વિસારી અત્યાર સુધી જે બહિરાત્મલક્ષી ભાવોમાં જકડાઈ ગઈ હતી તેની સત્યતા જાણવા પોતાના સ્વામી જગન્નાથને વિનવે છે કે સત્ય શું છે ? તે મને જણાવો. ત્યારે પોતાના દેહમાં રહેલ અંતરાત્મતત્ત્વ પુરુષ ચૈતન્ય તે પ્રકાશ પાથરે છે કે, જે સત્ છે અર્થાત્ ત્રિકાળ છે, અવિનાશી છે તે સત્ય છે. સને દ્રવ્યનું લક્ષણ કહ્યું છે. જેને જેને અસ્તિત્વ હોય, સત્તા હોય તે સત્ છે અને જે સત્ છે તે દ્રવ્ય છે. તે સ્વયંભૂ છે. અર્થાત્ તેની સત્તા પોતાથી છે. સ્વ પણ છે અને પર પણ નથી, એમ અનેકાંત છે અને તેથી એ નક્કી થાય છે કે દરેક દ્રવ્ય પોતાના ગુણપર્યાયોથી જ સત્ છે, અર્થાત્ બીજા દ્રવ્યના ગુણ-પર્યાયો કે બીજું દ્રવ્ય તેના સમાં
દાશનેકગ્રંથો એ સાધન છે. જ્યારે સાધ્ય તો અધ્યાત્મવાદ છે.