Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
934
હૃદય નયન નિહાળે જગધણી
રમમાણ રાજીમતિ જેવી હોય છે, જે તેમાં રહેલ પ્રકૃતિતત્ત્વ છે અર્થાત્ અજ્ઞાન, મોહાવેશ, પકડ વિ. દ્વારા પ્રકૃતિને વશ પડેલ આત્મા જ રાજીમતિ બનીને જીવતા હોય છે પણ એ જ આત્મા પરથી જ્યારે પ્રકૃતિનો અધિકાર ઉઠે છે અને એ આત્મા કાંઈક વિચારક બને છે. ત્યારે તે બહિરાત્મભાવમાંથી નીકળી આંતરાત્મભાવ તરફ પ્રયાણ કરે છે અને તે વખતે તેને લક્ષ્ય રૂપે પરમાત્મતત્ત્વ લક્ષિત હોય છે એટલે તે વખતે તાત્ત્વિક રીતે રાજીમતિ અર્થાત્ રાજી=આનંદઘન અને મતિ એટલે ચેતના એટલે કે આનંદઘનયુક્ત ચેતના બનેલ હોય છે.
આમ એક જ સ્તવનની ૧૭ કડીઓમાંથી પહેલી ૧૩ કડીઓમાં રાજીમતિ શબ્દથી તે તે વ્યક્તિને મળેલ પુરુષ દેહ કે સ્ત્રી દેહ રૂપે મળેલ ખોળિયુ તેમજ તેને પ્રધાન કરીને થતાં મન-વચન-કાયાના ભાવો રૂપ પ્રકૃતિ તત્ત્વની ઘટમાનતા છે. જ્યારે પાછલી ચાર કડીઓમાં આત્માની જાગૃતિની પ્રધાનતા હોવાથી પ્રકૃતિનું તત્ત્વ ગૌણ થતું હોવાથી અને આત્મભાવની બળવત્તા પ્રધાન થતી હોવાથી આનંદઘન પ્રભુ અર્થાત્ નિજ પરમાત્માની પ્રધાનતા છે, કે જે વ્યવહાર નયે નેમિનાથ પ્રભુ તરીકે વિવક્ષિત છે.
પ્રકૃતિ શબ્દ ઉપર વિશેષ વિચાર કરતાં પ્રકર્ષણ કૃતિ એટલે વિશેષભાવમાં રહીને કરાયેલું તે પ્રકૃતિ છે. એટલે નામ-રૂપ-દેહમાં સંલગ્નતા, એકાકારતા, મમતા છે જે અજ્ઞાન રૂપ છે, અંધકાર સ્વરૂપ છે, ચાંચલ્ય યુક્તતા છે, જેને રાત્રિ, નદી, સ્ત્રી, દીર્ઘપ્રસવ, ઈંડા, ઋણભાર, શરીરનું ડાબુ અંગ, ચંદ્રનાડી, કૃષ્ણપક્ષ, અપાન વાયુ V-અધોમુખ ત્રિકોણ, શક્તિનું પ્રતિક વગેરે દ્વારા ઓળખાવી શકાય.
જ્યારે પુરુષ શબ્દ પરત્વે વિચારતા પુરિ શેતે=પુરુષ એટલે કે
અધાતિકર્મની પુણ્ય પ્રકૃતિનો બંધ કરવો હશે તો, તે પણ ઘાતિકર્મમાં વિવેક કરવાથી જ થશે.