Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
916 , હૃદય નયન નિહાળે જગધણી
શ્રત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાનિધન મિલેરે કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે.ષ..૧૦
અર્થ : સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે વિચાર કરીને બોલું છું, તો આ વખતમાં મને નીચે પ્રમાણેની સ્થિતિ દેખાય છે.
શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના લક્ષણોવાળા સુગુરુ દેખાતા નથી, શાસ્ત્રમાં . કહ્યા પ્રમાણે ક્રિયા કરીને અનુભવ જ્ઞાની ગીતાર્થગુરુ વિના મોક્ષનું કારણ બને તેવું હું સાધુપણું પામી શકતો નથી. તેથી રાત્રિ-દિવસ એ ખેદ સઘળાના મનમાં વ્યાપી રહેલો છે.
વિવેચનઃ આ સ્તવના કરનાર આનંદઘનજી મહારાજ તે કાળના મહાન જ્ઞાની હતા, મહા યોગી હતા, અધ્યાત્મવિદ્ હતા, શાસ્ત્રોના મર્મને પામેલા શ્રુતજ્ઞ હતા, ભાવસાધુ હતા. છતાં પોતાનામાં પ્રમાદ, અતિચારવાળી અવસ્થા દેખવાથી તેમજ નિરતિચાર ચારિત્રની સ્પર્શના પોતાનામાં ન દેખાતાં તેઓને પોતાના માટે સાધુ શબ્દ વાપરવો ડંખતો હતો અને તેથી જાતને સાધુ કહેવડાવતા ડરતા હતા. - હાલમાં પોતાનામાં તેવા પ્રકારના ભાવસાધુના ગુણો ન હોવા છતાં પોતાને લોકો તેવા પ્રકારના મોટા નામથી બોલાવે તેવું ઈચ્છતા જૈનાભાસ સ્વરૂપ, નામધારી અને વેષધારી આત્માએ આના ઉપરથી બહુ વિચારવાની જરૂર છે.
કોઈપણ જાતના વિશિષ્ટ ગુણ વિના, વિશેષ પ્રકારના શાસ્ત્રબોધ વિના, પરિણતિ વિના, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ-અપવાદ વગેરેનું યથાસ્થાને યોજન કરવારૂપ ગીતાર્થતા વિના ગણિ, પંન્યાસ, આચાર્ય એવા માત્ર નામ ધારણ કરવાથી કદી પણ આત્માનું કલ્યાણ થયું નથી અને ભાવમાં થનાર નથી. પદની અને શિષ્યની પૂઠા-લાલસાથી
સાદુભગવંતનું જ્ઞાન, નીચલી અદાલત Small Court જેવું છે.