Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
914
હૃદય નયન નિહાળે જગધણી
નાથવાનો-સ્થિર કરવાનો આ એક અમોઘ ઉપાય છે. કારણકે સ્થિર ચિત્તે કરાયેલી ક્રિયા જ આત્માને સંસાર સાગર તરવા ઉપયોગી છે. ચલચિત્તતા એ જ સંસાર છે અને સ્થિરચિત્તતા એ જ મોક્ષમાર્ગ છે.
હવે અક્ષરનો ન્યાસ કરવાનું બતાવે છે. એકલા અક્ષરથી કોઇપણ જાતનો વિકલ્પ ઉદ્ભવતો નથી માટે માત્ર વર્ણાક્ષરોના ધ્યાનથી. પણ નિર્વિકલ્પ થઇ શકાય છે. આથી જ સિદ્ધચક્રના પૂજનમાં ક વર્ગાય, ચ વર્ગીય સ્વાહા વગેરે બોલીને વર્ણમાળાના અક્ષરોનું પૂજન કરવામાં આવે છે. તેમજ તે પૂજનના બહુમાનરૂપે સોપારી વગેરે ફળો પણ મૂકવામાં આવે છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના પાંચમાં પ્રકાશમાં આ વર્ણાક્ષરોને ષટ્ચક્રોમાં કમલાકારે સ્થાપન કરીને અથવા તો હૃદય કમલમાં સ્થાપન કરીને એટલે કે એક એક અક્ષરનો એક એક કમળની પાંખડી ઉપર ન્યાસ કરીને તે અક્ષરના ધ્યાનની પ્રક્રિયા બતાવી છે.
આ અક્ષરો એ જ્ઞાનનું મૂળ છે. તેના ધ્યાનમાં ઉપયોગની સ્થિરતા થતાં વિકલ્પનો નાશ થાય છે અને તેનાથી આત્મા પોતે અક્ષર પદઅવિનાશી પદ – કૈવલ્યપદને પામી શકે છે. વર્ણાક્ષરોના સમુહથી બનેલા શાસ્ત્રોનું અવલંબન પણ એ રીતે લેવાનું છે કે જેથી આત્મા વિકલ્પમાંથી નિર્વિકલ્પતા તરફ પ્રયાણ કરે. અક્ષરો ભેગાં થઈ શબ્દ બને છે. શબ્દ એ વિકલ્પ છે. અશબ્દ-નિઃશબ્દ એ આત્માનું અક્ષર સ્વરૂપ છે. એટલે કે વિકલ્પના સહારે અશબ્દ એટલે કે નિર્વિકલ્પમાં જવાનું છે અર્થાત્ અક્ષર એટલે કે અક્ષય થવાનું છે કે જે શબ્દનું મૂળ છે.
શબ્દ
મુદ્રા-બીજ-ધારણા અને અક્ષર ન્યાસ ને હૃદય કમળમાં ધારણ કરવા દ્વારા અર્થને એટલે કે તેના ફળને પામવાનું હોય છે; અર્થાત્ આ બધા યોગો છે, તેનો વ્યાપાર ઉપર બતાવેલી રીતે કરવાનો છે. તે દ્વારા
મોહનીયકર્મના ક્ષયોપશમે સાઘકમાં જૈનત્વ જોવું અને મોટ્નીય કર્મના સર્વથા ક્ષયે સિદ્ધ જૈનત્વ જોવું. પછી તે વ્યક્તિ જૈન છે કે જૈનેતર તે નહિ જોવું.