Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 929
૧૪) પર્યાયાર્થિક નયે વિચારણા પૂલ છે.
દ્રવ્યાર્થિક નયે વિચારણા સૂક્ષ્મ છે.
શુદ્ધાત્મા નયોથી પર નયાતીત છે જે સૂક્ષ્મતમ છે. ૧૫) સૂત્ર સ્કૂલ છે.
અર્થ સૂક્ષ્મ છે.
પરમાર્થ સૂક્ષ્મતમ છે. ૧૬) મોહનો અભિગમ સ્થૂલ છે.
મોહથી ઉપર ઉઠવું સૂક્ષ્મ છે.
સ્વરૂપમાં સ્થિરતા સૂક્ષ્મતમ છે. (૧૭) મિથ્યાત્વથી યુક્તતા સ્થૂલ છે. - વિરતિમાં સંલગ્નતા સૂક્ષ્મ છે. - કેવળ સ્વરૂપ રમણતા સૂક્ષ્મતમ છે. ૧૮) વ્યવહાર યુક્તતા સ્થૂલ છે.
નિશ્ચય-સ્વયમાં સ્થિતિનો પુરુષાર્થ સૂક્ષ્મ છે. શુદ્ધોપયોગમાં સ્થિતિ સૂક્ષ્મતમ છે.
આ સ્તવનની છેલ્લી ચાર કડીમાં યોગીરાજે રાજીમતિની ચેતનાને બાહ્યભાવમાંથી નીકળીને આંતરભાવમાં સ્થિરતા પામતી તેમજ પરમાત્મભાવ તરફ પ્રયાણ કરતી બતાવી છે. સ્કૂલમાંથી નીકળી સૂક્ષ્મ તરફ જઈ સૂક્ષ્મતમનું લક્ષ્ય કરતી ઓળખાવી છે. દ્રવ્યમાંથી ભાવમાં અને ભાવમાંથી પરમમાં અર્થાત્ સ્વમાં ભવન થતી સ્વભાવમાં જતી જણાવેલ છે, જે માત્ર રાજીમતિના માટે જ નથી પણ રાજીમતિના ઉપલક્ષણથી યોગીરાજના પોતાના માટે તેમ
દમથી જોતું એટલે સ્યાદ્ અને એકી સાથે એક જ સમયે સર્વ નથી દેખાતું માટે પણ સ્યાદ્ !