Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
911
ચરિત્રજીવન અત્યંત મલિન બને છે. એક પણ ખોટી ઈચ્છાનો કીડો અંદર સળવળે પછી તેને સફળ કરવા આત્મા ચારિત્રજીવનથી કેટલો નીચો ઉતરે અને કયું ખોટું કામ ન કરે તેનું કોઈ ગણિત માંડી શકાય તેમ નથી. નામ પ્રમાણેના ગુણ વિના આત્માનું ભાવ-દારિદ્ર ટળે નહિ. સંસારનું પરિભ્રમણ ઊભું જ રહે.
જન્મી જિન શાસન વિષે, મુનિ થયો બહુવાર, . મુનિ દશા સમજ્યા વિના, હું ભટક્યો બહુવાર,
મુનિ થયો, વાચક થયો, સૂરિ થયો બહુવાર,
ન થયો મૂરખ આતમા, અંતર્મુખ અણગાર. - આનંદઘનજી મહારાજને પોતાના સમયમાં આત્મજ્ઞાની ગુરુઓનો દુકાળ દેખાતો હશે તેની વેદના તેમને પીડતી હશે માટે તેમના મુખમાંથી સરી પડેલા આ ઉદ્ગારો છે. : આ જ વાત તેઓએ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહી છે.
. આગમધર એટલે આગમના મર્મને પામેલા, સમ્યકત્વવંત-તત્ત્વની શ્રદ્ધાવાળા, સંવરની ક્રિયાને કરનારા, સંપ્રદાયથી=સંપ્રદાયની મર્યાદાને સાચવનારા, અવંચક એટલે દંભ વિનાના, આત્મ સાક્ષીએ પ્રામાણિક અને અનુભવના દરિયા જે હોય છે, તેવાને જ ગુરુ જાણવા.
પદૃર્શનને યથાતથ જાણનારા, સ્વીકારનારા, તેને જાણીને સાધનામાં સતત રહેનારા, નિગ્રંથ જ્ઞાની ગીતાર્થ માર્ગદર્શક ગુરુભગવંતનો યોગ થવારૂપ યોગાવંચકતા નથી. યોગીરાજના કાળમાં જેમ સદ્ગુરુની દુર્લભતા હતી તેમ વર્તમાનમાં પણ છે. સદ્ગુરુ વિના મોક્ષમાર્ગ બતાડે કોણ? સન્માર્ગે ચઢાવે કોણ? ચલાવે કોણ? મંઝિલે પહોંચાડે કોણ?
ગણધર ભગવંત-શ્રુતકેવળીનું જ્ઞાન, ઉપલી અદાલત High Court જેવું છે.