Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી - 925
આપે. અધ્યાત્મ એ જીવનમાં હૃદયંગમ બનાવવાની ચીજ છે. ત્રણેકાળમાં અધ્યાત્મની વાતો કરનારા ઘણા હોય છે પણ તેને હૃદયંગમ કરનારા તો વિરલા હોય છે. બાળ જીવો આગળ ધર્મનો પ્રભાવ બતાવવાનો હોય છે જ્યારે પ્રબુદ્ધ જીવો આગળ ધર્મનું સ્વરૂપ સમજાવવાનું હોય છે. ધર્મનો પ્રભાવ-ધર્મનો ચમત્કાર બતાવવાથી બાળ જીવો ઘર્મમાં જોડાય છે, આગળ વધે છે, પરંતુ ધર્મનું સ્વરૂપ સમજાવાથી જીવ ધર્મમાં સ્થિરતા પામે છે. આપત્તિમાં પણ ધર્મને ત્યજતો નથી.
- આનંદઘનજી મહારાજની સમગ્ર સ્તવન ચોવીસી અધ્યાત્મરસથી ભરપુર છે. પ્રસ્તુતમાં પણ જો આપણે રાજીમતિના અંતરમાં રહેલા ભાવોને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો કોઈ નવી જ અનુપ્રેક્ષા વાચક પરમાત્માને સ્પર્યા વગર રહેશે નહિ. અહિંયા વાચક પરમાત્માથી અધ્યાત્મની તીવ્ર રૂચિવાળા શ્રોતાઓ અને વાચકોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. છે. આ સ્તવનમાં શ્રીમદ્ આનંદઘનજીએ પહેલી ૧૩ કડીમાં રાજીમતિના માધ્યમે પોતાની હૃદયવ્યથાને ઠાલવીને-પોતાના પ્રભુ પ્રત્યેના નિર્મળ પ્રેમને વાચા આપીને કંઈક જગ્યાએ ભગવાનને ઓલભા એટલે ઠપકાઓ પણ આપ્યા છે, જે તેમની હૃદય-વ્યથાની ઉત્કૃષ્ટતા બતાવે છે. તે તત્ત્વદષ્ટિએ-નિશ્ચયદૃષ્ટિએ વિચારતાં નિર્મળ પ્રેમરોગની ભરતી સિવાય બીજું કંઈ જ નથી કારણકે તે આત્માનું સ્વરૂપ નથી પણ હૃદયમાં ઉછળતા પ્રાકૃતિક ભાવોની વ્યક્તતા છે, જેમાં માત્ર દેહ-ઈન્દ્રિય-કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પરનું આધિપત્ય જ વિશેષરૂપે જોવા મળે છે. આત્મા પોતાના ચૈતન્યઘરમાં રહેવા અસમર્થ બને ત્યારે મોટામોટા યોગીઓનું પણ હૃદય કેવું હોય છે, તેનો આ ચિતાર છે. અન્યદર્શનમાં થઈ ગયેલ રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુને પણ આવી જ કોઇક પરમાત્મ
જે થયું નથી, છતાં જે થનાર છે. તે જૂએ છે અને એ જ પ્રમાણે થાય છે,
તે પરમાત્માની જ્ઞાનસત્તા છે-સર્વજ્ઞતા છે-જ્ઞાનની મહાનતા છે.