Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
જ 909
અને એને જ કારણે તીર્થંકર નામકર્મ, ગણધરનામકર્મ વગેરે અદ્વિતીય પુણ્ય બંધાય છે, જેના ઉદયે અનેક આત્માઓને ધર્મ પમાડી આત્મા મોક્ષે જાય છે.
વળી ઉપમિતિકાર પ્રસ્તાવ-પાંચમાં લખે છે કે સાચો ધર્મ બતાવનાર તરફ ગુણાનુરાગી પ્રાણીઓ ખૂબ આદર દર્શાવતા હોય છે અને પોતાને જીવન આપ્યું હોય તેટલો ઉપકાર દર્શાવતા હોય છે. વિમલકુમારનો રત્નચૂડ સાથેનો સંવાદ એની સાક્ષી પૂરે છે અને સર્વજ્ઞ ધર્મની પ્રાપ્તિના સંબંધમાં જે પ્રાણી આ જીવને જરાપણ નિમિત્ત માત્ર થાય, તે પરમાર્થથી આ જીવોનો ગુરુ છે એમ સમજવું.
નિર્યુક્તિ-ટીકા વગેરેનું અવલંબન ન લઈએ તો સૂત્રોના મર્મો સમજાય તેમ નથી અને પોતાની મતિકલ્પનાથી અર્થ કરવા જઈએ તો મહાઅનર્થ સર્જાય તેમ છે; જેમ કે જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી છે એ વાત છે, ત્યાં જિનપ્રતિમાનો અર્થ એક હજાર વર્ષ પહેલા થયેલા ટીકાકાર અભયદેવસૂરિજીએ અરિહંતની પ્રતિમા એવો અર્થ કર્યો છે.
જ્યારે મૂર્તિના આલંબનને ઉત્થાપનારા આધુનિક ટીકાકાર શ્રીઘાસીલાલજીએ - જિનપ્રતિમાનો અર્થ, કામદેવની પ્રતિમા એવો કર્યો છે. જો પ્રાચીન ટીકાકારનું અવલંબન લીધું હોત તો આવો અનર્થ ન થાત. કારણકે પુજા કર્યા પછી દ્રૌપદીએ નમુથુણનો પાઠ કહ્યો છે. હવે જો કામદેવની પ્રતિમા હોય તો તેની સન્મુખ આવું સુત્રપઠન સુસંગત થાય નહિ.
(સમય પુરુષના અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવ્ય રે) - સૂત્ર, નિયુક્તિ ભાષ્ય વગેરે આગમ પુરુષના અંગ કહ્યા છે. તેને જે છેદે છે તે દુર્ભવી-અભવી-ભારેકર્મી-દીર્ઘ સંસારી યાવત્ અનંત સંસારી છે.
આ ગાથા ઉપરથી નક્કી થાય છે કે આનંદઘનજી જૈન શ્વેતાંબર
દેહભાવ અને દેહભાન છોડી, આત્મભાવમાં આવી આત્મભાનમાં રહી, આત્મામાં સ્થિતિ કરે તે જ્ઞાની.