Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી ,
907
મર્યાદાનું પાલન કરવા રૂપ ધર્મ જ છે. પરંતુ આપણી જેમ જ બીજાએ પણ વર્તવુ જોઈએ અને તે ન દેખાય તો શાસ્ત્રના નામે કે બીજી કોઈ પણ ચીજના નામે ખંડનમંડનના પાટા ઉપર ઉતરવું, પત્રિકાબાજી કરવી, વાયુદ્ધ કરવું, એ કોઈપણ રીતે ઉચિત લાગતું નથી. અમે જે કાંઈ કરીએ છીએ તે જ બરાબર છે, તે જ શાસ્ત્રસંમત છે, તે જ દેશકાળ ઉચિત છે અને બીજાઓ જે કરે છે તે બરાબર નથી, શાસ્ત્રવિરુદ્ધ છે; આમ બોલવું તથા તે દ્વારા અનેક લોકોનો બુદ્ધિભેદ કરવો, મતિ ભ્રમ ઉભો કરવો, એ વિવેક નથી. જે ચીજ પ્રભુશાસનમાં ઘણા બધા આચરતા હોય તેને ખોટી કહેતા પહેલાં લાખ-લાખ વિચાર કરવા જેવો છે. અન્યથા આવી પ્રરૂપણા દ્વારા એવા ભયંકર પાપકર્મના બંધના ભાગીદાર થવું પડે છે કે જે ઉદયમાં આવતા જીભ ન મળે, જીભનું કેન્સર થાય. બોલવાની શક્તિ હણાઈ જાય; કાંઈ બોલવું હોય અને કાંઈ બોલાઈ જાય માટે આવા વિષયમાં મૌન રહેવું અને જે બની રહ્યું છે, તેનો ગર્ભિત સ્વીકાર કરવો એ જ સર્વશપ્રણીત માર્ગ છે.
* શાસ્ત્રોમાં દરેક વસ્તુની પુષ્ટિ કરનારા દૃષ્ટાંતો, તર્કો મળી શકે તેમ છે. એકાંતવાદીને પણ પોતાની સિદ્ધિ માટે યુક્તિઓ, તર્કો, દષ્ટાંતો મળે છે તો પછી સર્વજ્ઞ શાસનમાં કેમ ન મળે ? પણ તેનો ઉપયોગ પોતાના સમર્થનમાં ન કરાય. એ જ વિચારવું જોઈએ કે આના દ્વારા સ્વ અને પર ઉભયની પરિણતિ તો બગડતી નથી ને? એ ખ્યાલ રાખીને જ આ માર્ગમાં આગળ વધવાનું છે.
આ વિષયમાં ઉપમિતિ ભવપ્રપંચ કથાના રચયિતા સિદ્ધર્ષિગણિ મહારાજા પીઠિકામાં લખે છે કે – મૌન ધારણ કરીને બેસી રહેવાથી કોઈને જ્ઞાન-દર્શન-ચારિત્ર આપવાનું બની શકે તેમ નથી અને બીજા પ્રાણીઓને જ્ઞાન-દર્શન-ચારિત્ર સંપાદન કરાવવારૂપ ઉપકાર કરવો એ
જે ‘સ્વ'ને જાણે છે તે ચેતન છે. જે “સ્વ'ને જાણે છે તે પર’ એવાં વિરોધી તત્ત્વને પણ જાણે છે.