Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
910
હૃદય નયન નિહાળે જગધણી
મૂર્તિપૂજક સંપ્રદાયના હતા કારણકે દિગંબર સંપ્રદાય, આત્માના વિકાસક્રમમાં સહાયક આચારાંગાદિ મૂળ આગમો માન્ય રાખતા નથી, તો પછી પંચાંગીને તો માનવાની વાત જ ક્યાં રહી ? સ્થાનકવાસી અને તેરાપંથીઓ મૂળ સુત્ર માને છે પણ તેના બાકીના અંગો નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા માન્ય કરતા નથી. એટલે નક્કી થાય છે કે પંચાંગીને માનનાર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય છે અને તે પંચાંગીને પ્રમાણભૂત માનનાર-મનાવનાર શ્રીમાન આનંદઘનજી મહારાજા શ્વેતાંબર આમ્નાયને સ્વીકારનાર હતા, તેમનું મૂળ નામ લાભાનંદજી હતું.
આગમ ગ્રંથોને અમાન્ય કરનાર દિગંબર આમ્નાય અને આગમગ્રંથો સાથે ચેડા કરનાર સ્થાનકવાસી, તેરાપંથી આમ્નાયને નજર સમક્ષ રાખીને આગમ અને પંચાંગીનું માહાત્મ્ય સમજાવવા યોગીરાજના મુખેથી આ કડી સરી પડી હોય તેવી કલ્પના થઈ આવે છે.
ગણધર ભગવંતોએ આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જે સૂત્રોની રચના કરી હતી, તેને આજ સુધી અખંડ રાખનાર - એ જ્ઞાનના વહેણને વહેતું રાખનાર કોઈ તત્ત્વ હોય તો તે આ પંચાંગી છે માટે તેની સાથે ચેડા કરાય નહિ; એમ યોગીરાજ કહી રહ્યા છે. પંચાંગીની સાથે ચેડા કરવા એ અગ્નિ સાથે ચેડા કરવા જેવું છે. અગ્નિ સાથે ચેડા કરનારનો તો એકભવ બગડે છે જ્યારે શાસ્ત્રોની પંક્તિના મન માન્ય-મનઘડંત અર્થ કરવાથી તો ઉત્સૂત્રભાષણનું પાપ થાય છે, જેના ફળરૂપે જીવને દીર્ઘકાળ સંસારમાં ભટકવું પડે છે.
મરિચી, જમાલી, સાવદ્યાચાર્ય તેમજ પ્રભુ શાસનમાં થયેલા નિન્દવો આનુ દૃષ્ટાંત છે. ઉત્સૂત્ર ભાષણનું પાપ બહુ મોટું છે, તે વાત યોગીરાજે ચૌદમાં અનંતનાથ ભગવાનના સ્તવનમાં કરી છે. તેથી વધુ જાણકારી માટે
મૂર્તિ એ યાંત્રિકતા છે, સ્તુતિ એ માંત્રિકતા છે અને અષ્ટપ્રકારી પૂજા,
એ પંચભૂતથી થતી પરમાત્માની પૂજા છે, તે તાંત્રિકતા છે.