Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
889
મહાનાસ્તિક એવા સિકંદરને માથે એરિસ્ટોટલ જેવા ગુરુ હતા. વિશ્વવિજેતા બનવાના કોડ સાથે એક પછી એક દેશને જીતતા માત્ર ૩૨ વર્ષની ઉંમરે અચાનક તેનું મૃત્યુ આવ્યું ત્યારે સિંકદર પણ મૃત્યુથી ધ્રુજી ઉઠ્યો હતો અને તેને પરલોકમાં જનાર કોઈક તત્ત્વ છે એમ સમજાયું હતું.
સઘળી નદીઓને સાગર જેમ પોતાનામાં સમાવી લે છે, તેમ જૈનદર્શન સ્યાદ્વાદદર્શન હોવાના કારણે બધા જ એકાંગી દર્શનોને પોતાનામાં સમાવી લે છે અને તેથી ઉપરોક્ત સઘળા કારણોને અનુલક્ષીને જ યોગીરાજે જૈનદર્શનને મસ્તિષ્કના સ્થાને મૂક્યું છે, તે અત્યંત યોગ્ય જ જણાય છે. કોઈપણ માધ્યસ્થ, વિચારવંત વ્યક્તિ આનંદઘનજીની આ વિચારધારા સામે માથું નહિ ઊંચકી શકે. આ રીતે જૈનદર્શન એ સર્વનયગ્રાહી અનેકાંતિક દર્શન હોવાથી સર્વોપરિ છે અને તેથી સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થવા યોગ્ય છે; તેનો ઈન્કાર કોઇ પણ સુન્ન વ્યક્તિ કરી શકશે નહિ.
અનેકાંત એ વૈભવ છે જ્યારે એકાન્ત એ મહાસત્તા છે. સ્વભાવ દશા છે. સાપેક્ષવાદ, અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ એ જૈનદર્શનની વિશાળતા, સર્વગ્રાહિતા, સર્વાંગિતા, વીતરાગતા અને મૌલિકતાને ઉદ્યોત કરનાર છે.
વળી જૈનદર્શન બહિરંગ એટલે વ્યવહાર દૃષ્ટિથી અને અંતરંગ એટલે નિશ્ર્ચયદષ્ટિથી પણ ઉત્તમ છે. ઊંચામાં ઊંચી કોટિના ભાવો કેવી રીતે પેદા થાય? તેના માટેના આચારો કેવા હોવા જોઇએ? તે ભાવો પેદા કરવા પ્રણિધાનાદિ પાંચ આશયો વગેરેનું વર્ણન પણ ખૂબ ઊંડાણથી કરે છે. વળી જેમ અનુકૂળ સંયોગોમાં ઉત્સર્ગમાર્ગે મોક્ષમાર્ગ સાધવા ઉપર ભાર મૂકે છે અને તે માટે નાનામાં નાના દોષો અને
જ્ઞાન મુંઝાયું છે, કેમકે આનંદથી તે વિખુટું પડ્યું છે.
જ્ઞાન કાંઈ જ્ઞેયથી વિખુટું નથી પડ્યું. તેયને તો જ્ઞાન ચોંટ્યું છે.