________________
ગુજરાતનું ઘડતર ૧૧
સમ્રાટો મગધમાં સોનાના અને તાંબાના સિક્કા પડાવતા હતા, પરંતુ જ્યારે એમણે પશ્ચિમ ભારત પર પોતાની સત્તા પ્રસારી ત્યારે એમને અહીં લાંબા ક્ષત્રપકાલ દરમ્યાન પ્રચલિત થયેલા ચાંદીના સિક્કાઓનું ચલણ અપનાવવું પડેલું. લાટદેશમાંથી દશપુરમંદસોર)માં જઈ વસેલા પટ્ટવાયોપટોળાં વણનાર કારીગરો)ની શ્રેણીએભંડળ) ત્યાં ઈ. ૪૩૬માં સૂર્યમંદિર બંધાવેલું. સ્કંદગુપ્તના સમયમાં (. ૪૫૫માં) ગિરિનગરના સુદર્શનનો બંધ અતિવૃષ્ટિથી નદીઓમાં આવેલા પૂરને લઈ ફરી તૂટી ગયો ત્યારે નગરપાલક ચક્રપાલિકે એ બંધ બીજે જ વર્ષે સમારાવી દીધો ને પછીને વર્ષે એની પાસે ચક્રભૂત વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું. જૂનાગઢના શૈલની ત્રીજી બાજુ પર કોતરેલો આને લગતો લેખ સંસ્કૃત પદ્યની સરસ શૈલીમાં રચાયો છે. ગુપ્ત સમ્રાટો પરમ ભાગવત હતા તેથી તેમના રાજ્યકાળ દરમ્યાન અહીં પણ વૈષ્ણવ સંપ્રદાયને ખાસ પ્રોત્સાહન મળેલું. કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સિક્કાઓ પર ગરુડનું ચિલ અંકિત કરેલું છે. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું શાસન ફક્ત સિત્તેરેક વર્ષ લગભગ ઈ. ૪૦૦થી ૪૭૦) રહ્યું.
આ કાળના સાહિત્યમાં અગાઉ ક્ષત્રપકાળ દરમ્યાન તૈયાર થયેલી જૈન આગમોની માથરી વાચના તથા વાલભી વાચનાના પાઠની તુલના કરીને દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં સમીક્ષિત વાચના તૈયાર કરી તે ખાસ નોંધપાત્ર છે. સમસ્ત ભારતવર્ષમાં શ્વેતાંબર જેનો આ વાચનાને અનુસરે છે.
ગુજરાતનું સહુથી પ્રાચીન વિદ્યમાન મંદિર ગોપજિ. જામનગર)નું છે. એ આ કાળના અંતનું ગણાય છે. શામળાજી પાસે મળેલાં કેટલાંક શિલ્પ આ કાળનાં છે. અકોટા(વડોદરા)માંથી મળેલ તીર્થકર આદિનાથની ખંડિત પ્રતિમા પાંચમી સદીની છે.
મૈત્રકકાળ૦ સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યની સત્તા શિથિલ થતાં એના કેટલાક પ્રાંત સ્વતંત્ર થયા. સુરાષ્ટ્રમાં સેનાપતિ ભટાર્કે વલભીમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું લગભગ ઈ. ૪૭૦). એ મૈત્રકકુળનો હતો, તેથી આ રાજવંશ મૈત્રક વંશ' તરીકે ઓળખાય છે. સુરાષ્ટ્રનું પાટનગર હવે ગિરિનગરમાંથી વલભીપુરમાં ગયું. વલભી એ પૂર્વ સૌરાષ્ટ્રમાં સમુદ્રતટ પર આવેલી પ્રાચીન નગરી હતી. મૈત્રકો “પરમ માહેશ્વર(શિવ)' હતા. મૈત્રક રાજાઓ સમય જતાં પહેલાં મહારાજ અને આગળ જતાં મહારાજાધિરાજ જેવાં રાજપદ ધારણ કરવા લાગ્યા. તેઓ બ્રાહ્મણો, મંદિરો અને બૌદ્ધ વિહારોને અનેક ભૂમિદાન દેતા. એને લગતાં સોએક તામ્રશાસન મળ્યાં છે. તામ્રપત્રો પર કોતરેલાં ભૂમિદાનને લગતાં એ રાજશાસનો પરથી એ કાળના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ વિશે ઠીકઠીક માહિતી સાંપડે છે.
મૈત્રકવંશમાં શીલાદિત્ય-પહેલો(લગભગ ઈ.૫૯૫-૬ ૧૫) ધર્માદિત્ય' તરીકે