________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩
દૂર
કરીને એટલે આધી-પાછી કરીને તે ટાઇમ સાંભળવા માટે નિયત કરતો જાય છે. આ રીતે રોજ વાણી સાંભળીને જ્યારે ટાઇમ મલે ત્યારે ઘરે કે ઓફીસમાં બેસીને જે યાદ રહ્યું હોય તે વારંવાર યાદ કરીને તે વાતોને સ્થિર કરતો જાય છે. આ પ્રયત્નથી અત્યાર સુધી અનુકૂળ પદાર્થોને મેળવવા આદિનો પ્રયત્ન-તે માટેના વિચારો હતા તેમાં કાપ મૂકાતો જાય છે અને સાંભળેલા યાદ રહેલા શબ્દો વારંવાર યાદ કરવાનો અભ્યાસ વધતાં તેટલા અંશે અનુકૂળ પદાર્થોના રાગાદિના વિચારો આવતાં બંધ થાય છે. આ રીતે રોજની પ્રવૃત્તિ જે ગોઠવાય છે તેમાં એક પ્રકારનો
આનંદ વધતો જાય છે અને વારંવાર તે વાણીના શબ્દો સાંભળવાની ઇચ્છાઓ વધતી જાય છે. તેના પ્રતાપે પોતાના જીવનમાં જે જે દોષો હતા તે ઓળખાતા જાય છે ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ બધું લઘુકર્મી ભવ્યાત્માજીવો ગુણહીન ગુણસ્થાનકમાં રહીને કરતાં હોય છે. હજી મોક્ષની રૂચિ પેદા થયેલી નથી પણ આર્યદેશ-જાતિકુળ વગેરેના પ્રતાપે આ સત્સંગના
યોગનો આનંદ વધતાં તે આનંદમાં મજા આવે છે તેવો આનંદ અનુકૂળ પદાર્થોમાં હવે આવતો ઓછો થાય છે એટલેકે બંધ થાય છે આ સત્સંગના પ્રતાપે જીવની મનોદશા કેવા ગુણોથી કેળવાતી જાય તે જણાવે છે. (૧) અકૃત્યોથી પરાઙમુખ બનતો જાય છે. (૨) દોષોની શોધથી વિમુખ થતો જાય છે અને (૩) ગુણોને ગ્રહણ કરવામાં તત્પરતા વાળો બનતો જાય છે. ધર્મ શાસ્ત્રોના શ્રવણથી વિશિષ્ટ આચારોનું પરિપાલન કરવામાં પરાયણ થતો જાય છે. હેય અને ઉપાદેય પદાર્થોના સ્વરૂપને જાણનારો બનતો જાય છે. ગંભીરતા આદિ ગુણ ગણના આવાસવાળો બનતો જાય છે. સ્વભાવથી સરલ-સ્વભાવથી વિનીત-સ્વભાવથી પ્રિયંવદ અને સ્વભાવથી પરોપકારમાં તત્પર બનતો જાય છે આવા સ્વભાવના પ્રતાપે બીજાને પીડા કરવામાં પરાઙમુખ થતો જાય છે,