________________
ચૌદ ગુણસ્થાનક ભાવ -૨ નવકાર બોલાવાય છે તે જો બોલે તો આનંદ થાય કે હાશ ! મારે ત્યાં આવેલો જીવ સાતે કર્મોની સ્થિતિને ઓછી કરીને આવેલો છે.
આવી જ રીતે જે જીવો શ્રી સિધ્ધગિરિની સ્પર્શના કરી આવે તે જીવો માટે કહેવાય છે કે એક પુદ્ગલપરાવર્ત કાળની અંદર એ જીવ નિયમા મોક્ષે જશે એટલેકે તે જીવ નિયમા ભવ્ય છે અને ચરમાવર્ત કાળમાં આવેલો છે એમ જણાવેલ છે. આની મહોરછાપ મલે છે માટે આગળના કાળમાં જેનકુળમાં બાળક જન્મે કે તરત જ ચાર-છ મહિનામાં શ્રી સિધ્ધગિરિની યાત્રાએ લઇ જવાતું હતું શાથી ? કારણ કે જો કદાચ એ બાળકનું આયુષ્ય ઓછું હોય અને કદાચ કાળ કરી જાય તો અંતરમાં એટલો આનંદ થાય કે મારે ત્યાં આવેલો જીવ ભવ્યત્વની અને એક પુદ્ગલ પરાવર્તકાળમાં મોક્ષે જશે એની છાપ લઇને ગયો છે આવા હેતુઓથી જ આ તીર્થયાત્રાનો મહિમા છે.
ગ્રંથી એટલે શું ? અનાદિકાળથી જીવને અનુકૂળ પદાર્થોનો જે ગાઢ રાગનો પરિણામ બેઠો છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષનો જે પરિણામ બેઠેલો છે તે ગ્રંથી કહેવાય છે.
આ ગ્રંથીનો પરિણામ અનાદિકાળથી જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મોથી પોષાતો જાય છે એટલે પુષ્ટ થતો જાય છે.
આ પાંચેય પ્રકારના જીવો સન્ની પર્યાપ્તપણાને પામીને મનુષ્યપણું પામે અને શ્રી જિનેશ્વરદેવની દેશના સાંભળે તો તે સાંભળતા સાંભળતા એક લઘુકર્મી આત્માના હૈયામાં એ દેશના પરિણમે છે એ સાંભળતા લઘુકર્મી આત્માને થાય કે જીવનમાં કોઇવાર ન સાંભળ્યું હોય એવું આજે સાંભળવા મળ્યું છે. કેટલી સુંદર વાતો છે ! આવી વાતો રોજ સાંભળવા મલે તો કેવું સારું એવો વિચાર કરી જે ટાઇમે દેશના હોય તે ટાઇમે સંસારી પ્રવૃત્તિ