________________
૩૨
પ્રકરણ ૨ જુ.
એણે કમ્પનીનાં કરજ પતાવી દીધાં, પિતાના લશ્કરની પાછલી ઉઘરાણી આપી દીધી. પિતાના દરબારનાં ખર કમી કર્યા, અને ઈલાકાની શાન્તિને વારંવાર વિનમાં નાંખનાર જમીનદારની સત્તા ઓછી કરીને મુલક ઉપર પિતાની સત્તા નિઃશંક કરી. આ બધું જોઈને મને બહુ આનંદ થયે; કારણકે હું જાણતો હતો કે મને જેમ આપણી મદતની જરૂર ઓછી પડે તેમ આપણાં ખરચ ઓછાં થશે અને આપણે આપણો મુલક વધારે સારી રીતે સંભાળી શકીશું એટલું જ નહિ પણ આપણે ઉભયના દુશ્મન સામે જ્યારે જોઈશે ત્યારે ઉપયોગી અને વિશ્વાસપાત્ર મિત્ર તરીકે એના ઉપર આધાર રાખી શકીશું. મને ખાત્રી હતી કે જ્યાં સુધી આપણે એના હકની દબાવણું કરીશું નહિ અને એની રાજ્યસત્તાને પજવીશું નહિ ત્યાં સુધી એ આપણી હામે યુદ્ધ કરવાની ઈચ્છા કરશે નહિ. અને ખરેખર કલહનો પ્રસંગ ન આપવાને માટે એ હમેશાં બહુજ સાવચેતી રાખતો તે એટલે સુધી કે આપણું ગુમાસ્તાઓના ગેરવાજબી લેભથી અને આપણું ખાનગી વેપારના સંબંધમાં આપણે નો દાવો કર્યો તેથી, તકરાર થઈ ત્યાં સુધી, અને યુદ્ધની શરૂઆત સુધી, પણ આપણને આપેલી જમીનમાં એક માણસ મોકલ્યાનો કે આપણું વેપારની એક ચીજમાં આપણને કનડગત કર્યાનો દાખલો દેખાતો નથી; અને જવખારના કામની એલિસની ઢોળ ચડાવેલી એક બે ફરિયાદ સિવાય, કંઈ પણ દરમિયાનગિરી વગર આપણો પાર દરેક ઠેકાણે સમાધાનીથી ચાલ્યો આવ્યો છે. જે ગૃહસ્થોએ એના સામે પક્ષે બાંધ્યો હતો. તેમની વર્તણુંક કેટલી જુદી હતી ? જે દિવસથી તેને સુબાગિરી ઉપર ચડાવવામાં આવે તેજ તારીખથી નવાં બાનાં બતાવીને તેની રાજ્યસત્તા ઉપર ઘા કરવાની, એના અમલદારોને પકડવાની, અને એમને ગાળો દઈને બીજી રીતે ત્રાસ આપવાની તક લીધા વિના એક પણ દિવસ ભાગ્યેજ ગયે હશે. આના દાખલા બતાવવાની કંઈ જરૂર નથી; આ હેવાલને પાને પાને એ જોવામાં આવશે.”