________________
૩૭૮
પ્રકરણ ૯મું.
જ્યારે તેને પૂછવામાં આવ્યું હિંદના સામ્રાજ્યનો લશ્કરી કાબુ બ્રિટિશના હાથમાં રાખીને બાકીની બધી બાબતમાં તમામ મુલક દેશી રાજાઓને સોંપી દેવાનું તમે ગ્ય ધાર? એ સવાલ જ્યારે તેને પૂછવામાં આવ્યો. ત્યારે ન્યાય પુરસર જવાબ આપતાં તેમણે આંચકો ખાધો નહિ.
૪૮૯૦ સ ઇન્સાફના કરવાના હેતુ માટે તમે ઘણેખરો મુલક દેશી રાજ્યાધિકારીઓને પાછો સોંપી દે ?
જ હા. કારણ કે ઘણેખરે મુલક વાજબી હકક વગર માત્ર બલાત્કારથી જ આપણે કબજે કર્યો છે. હું ઇન્સાફ કરવાને માટે તેમજ આર્થિક હેતુ માટે તે મુલક પાછી સોંપી દઉં.”
ન સુલિવાનના સમકાલીનેમાંના કેઈએ એમના જેવો અભિપ્રાય આપ્યો ન હતો. પણ ઘણાખરા હિંદુસ્તાનના લેકેને રાજ્ય વ્યવહારમાંથી તદન બાતલ કરવામાં થતો ગેર ઈન્સાફ બરાબર સમજતા હતા.
હલ્ટ મેકેન્ઝી-જેમના કામની નોંધ ઉત્તર હિંદુસ્તાનમાં જમાબન્દીના પ્રકરણમાં આપણે લીધી છે તેમણે ૧૮૩૦ના નિવેદનપત્રમાં નીચે પ્રમાણે લખ્યું છે. (આ લેખ ૧૮૩૩ની સિલેકટ કમિટિના નિવેદનપત્રમાં સામીલ કરવામાં આવી છે ).
પરગજુ માણસે પણ દેશીઓના ઉપર તિરસ્કારની નજરથી જુવે છે, કારણ કે જગત નિર્માયું ત્યારથી તે આજ સુધી વહિવટી બાબતમાં આવી આપખુદીને દાખલો હજી સુધી મળ્યો નથી. આપણા રાજ્યને આપણે ભલે દિવાની અથવા વહિવટી કહીએ પણ વાસ્તવિક રીતે તેનું બંધારણ લશ્કરીદેર ઉપર જ છે. લશ્કરી બાબતોમાં તે હજી સિપાઈની જરૂર પડે છે, પણ રાજ્ય વ્યવહારમાં લેકીને તદ્દન બાતલ કરવામાં આવ્યા છે. આજ ધારણ દરેક કામકાજમાં ચાલ્યું આવે છે; છેક કાયદા બાંધવાની સત્તાથી તે અધિકારની હલકામાં હલકી જગા ઉપર નીમણુક કરવા સુધી.