________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૯૩
પણ બતાવી નથી. જે સાચે કાનુરાગ આ વખતે તેઓ બતાવતા તે લેકાનુરાગ કદી જોવામાં આવ્યું નથી. ૧૮૩૧-૩૨ ની પાર્લામેન્ટની કમિટિ રૂબરૂ પડેલી જુબાની વાંચીને આપણને એવું લાગ્યા વિના રહેજ નહિ કે તે લેકે તે વખતે હિંદુસ્તાનના લોકોને માટે માન ધરાવતા અને તેમના સદ્દગુણ અને લાયકાતની તુલના કરી શકતા.
ચેપ્લિન કહે છે કે સામાન્ય રીતે ભારતવાસીને શિલસ્વરૂપનો મને સારો અભિપ્રાય છે. હું ધારું છું કે દુનીઆના કોઈપણ દેશના વતનીઓ સાથે મુકાબલો કરીશું તો પણ તેઓ ચઢી જશે. આ એપ્લિન તે છે કે જેના મુંબઈ ઈલાકાના મહેસુલી કામકાજનું નિરીક્ષણ આપણે પૂર્વના એક પ્રકરણમાં કર્યું છે.
મદ્રાસ સિવિલ સર્વિસવાળા જોન સુલિવાનને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે તમારા સ્વદેશીઓ ઉપર જેટલો વિશ્વાસ મૂકે, તેટલો વિશ્વાસ હિંદુસ્તાનના વતનીઓ ઉપર મૂકે કે નહિ ? સુલિવાને જવાબ દીધે કે “હા. જે તેઓની સાથે આપણે તેટલી જ સારાઈથી વર્તીએ તે.”
અને જેમ્સ સધન્ડ જે કલકત્તાના એક ઉત્તમ પંકિતના બંગાલ નામના વર્તમાનપત્રના કેટલાંક વર્ષ સુધી તંત્રી હતા તેમણે કેળવાયેલા હિંદીઓ માટે કહ્યું હતું કે તેઓ જગતમાં કોઈ પણ મનુષ્ય જેટલાજ વિશ્વાસપાત્ર છે.'
લોક ઉપર વિશ્વાસ રાખવાની આ વૃત્તિથી લોકનાં મન બહુ સંતુષ્ટ થયાં. હતાં. ભારતીય જન સમાજના અગ્રણીઓ, હિંદુસ્તાનના સાંસારિક અને ધાર્મિક સુધારકે, કલકત્તાની હિંદુ કોલેજમાં કેળવણી પામેલા પ્રખ્યાત વિદ્યાર્થીઓ; એ સર્વેના મનમાં ઇંગ્લિશ સાહિત્ય અને ઈંગ્લિશ વિચારસરણીને માટે તુલના થઈ, અને બ્રિટિશ જનસમાજના શીલસ્વરૂપને માટે અને બ્રિટિશ સામ્રાજ્યને માટે ઉડે ભકિતભાવ ઉત્પન્ન થયો. રાજા રામમોહનરાય, તે યુગના સર્વથી વધારે તેજસ્વી પુરુષ, બ્રહ્મ સમાજ સ્થા, અને તે કાલના સર્વ સાંસારિક અને ધાર્મિક સુધારાઓમાં મદદ કરી; અને “સતી ને કર રીવાજ નાબુદ કર