Book Title: British Hindusthanno Arthik Itihas Part 01
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh

View full book text
Previous | Next

Page 406
________________ બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ. ૩૭૫ પીડાતા ઉત્તર હિંદુસ્તાનમાં આ બધા દુકાળો કરતાં વધારે સબળ દુકાળ પશે. બર્ડની નવી જમાબન્દી હજી પૂરી થઈ ન હતી. લોકો સાધનહીન થઈ ગયેલા અને કરજમાં ડુબી ગયા હતા, અને ૧૮૩૭ માં વરસાદની ખામીથી ત્રાસદાયક દુષ્કાળના પંજામાં સપડાયા. જોન લોરેન્સ (જેઓ પાછળથી લૈર્ડ લોરેન્સ થયા) લખે છે કે હાડાલ અને પાવલના પરગણામાં અત્યારે જે પીડા જોવામાં આવે છે તેવી મેં મારી જીંદગીમાં કદી જોઈ નથી. અસંખ્ય માણસો મરતાં જેની ગણત્રી પણ થતી નહિ. કાનપુરમાં, શહેરમાં અને નદી ઉપર મુડદાં ઠેકાણે કરવા માટે માણસને ફરતા રાખવાની જરૂર પડી હતી. ફતેહપુર અને આગ્રામાં પણ એવાંજ પગલાં ભરવાની જરૂર જણાઈ હતી. લાખો માણસ અપ્રસિદ્ધ ગામડાઓમાં મરણ પામ્યાં જેની કોઈ દરકારે કરતું નહિ. જે બાબત કાંઈ જાણવામાં પણ ન આવતી. રસ્તા ઉપર વગર બાળેલાં વગર દાટેલાં મુડદાં પડ્યાં રહેતાં અને આખરે જંગલી પ્રાણીઓ તેમને ઠેકાણે કરતાં. આમ નવા અમલની શરૂવાતમાંજ હિંદુસ્તાનની સરકારની મુશ્કેલીઓની, દેશમાં ફેલાયેલ દુઃખ અને નિર્ધનતાની, સૂચના આપવામાં આવી હતી. મહારાણી વિકટોરીઆના રાજ્યમાં ઘણું ફેરફારો હિંદુસ્તાનમાં થયા છે. સિંધ, પંજાબ, અધ્યા, મધ્યપ્રાન્ત, બ્રહ્મદેશ અને બલુચિસ્તાનના પ્રદેશો ખાલસા થયાથી સામ્રાજ્યની સીમાનો વિસ્તાર વધે છે. આખો ભરતખંડ, રેલ્વે અને તારથી છવાઈ રહ્યો છે. જુદા જુદા પ્રાતમાં હાઈ કોર્ટ અને યુનિહર્સિટિઓની સ્થાપનાઓ થઈ છે, શહેરો વધ્યાં છે, અને ઘણો મુલક ખેડવાણુ કરવામાં આવ્યો છે. લેજીસ્ટેટિવ કાઉન્સિલે, અને ડિસ્ટ્રિકટ અને મ્યુનિસિપલ સભાઓની રચનાઓ થઈ છે. શહેરોમાં અંગ્રેજી કેળવણી અને ગામડાં અને કરબાઓમાં સ્વદેશી ભાષામાં અપાતી કેળવણીને વિસ્તાર પણ ઘણો થયે છે, પણ આ રાજ્યમાં બે મોટા સુધારા જોવામાં આવ્યા નથી. .

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408