________________
૩૮૪
પ્રકરણ ૯ મું.
અદશ્ય થાય છે, એટલે તે દેશને તેટલુ નુક્સાન જ છે. સમગ્ર પ્રજાની દ્રત્પાદનની શકિત ઉપર આની શી અસર થાય છે તેનો વિચાર કરીએ તો એમાં અને એ તમામ નાણ દરીઆમાં નાખી દેવામાં આવે તે બેમાં કંઈ જ ફેર નથી કારણ કે એ નાણુનો કંઈ પણ અંશ મૂળ દેશમાં કોઈ પણ આકારમાં પાછો આવવાનો નથી. હિંદુસ્તાનમાંથી આપણે જે જમા આટલા લાંબા કાળથી લેતા આવ્યા છીએ તેનું આ સ્વરૂપ છે.
આ જમા ઇન્સાફના તાજવામાં તળતાં, કે આપણું સ્વાર્થના દષ્ટિ બિંદુથી તપાસતાં, માનવ હિતની સ્વભાવિક અકલની અને અર્થશાસ્ત્રના સુસ્થાપિત સિધ્ધાન્તની વિરૂદ્ધ જણાશે. તેથી હિંદી સરકારને માટે આપણે અહીંઆ જે કાંઈ ખરચ કરવાનું હોય તે ઇગ્લેંડની બાદશાહી ત્રિજોરીમાંથી આપવાની ગોઠવણ કરવી એમાં ડહાપણ સમાયેલું છે. આ ખરચ આટલા પ્રકારનું છે (૧) ઇસ્ટ ઇન્ડિયાની મુડીનું વ્યાજ. (૨) ઈગ્લંડમાં થયેલા કરજનું વ્યાજ. ૩) હિંદી સરકાર સંબંધી કામકાજ કરવા માટે ઇંગ્લ. ડમાં જે અધિકારીઓ અને તેમના હાથ નીચે માણસો રાખવા પડે તેનું તેમજ મકાન વગેરેનું ખરચ (૪) હિંદુસ્તાનના લશ્કરી અને વહિવટી અધિકારીઓ અહીં રજા ઉપર હેય ત્યારે અથવા ઉપરામ લઈને આવે તે વખતે તેમને પગાર ભથ્થુ વગેરે આપવું પડે તે (૫) હિંદુસ્તાનમાં નોકરી ઉપર ગયેલા બ્રિટિશ સૈનિકોને માટે ઇંગ્લંડમાં જેને ખર્ચ કરવું પડે તે તમામ અને (૬) બ્રિટિશ લશ્કરને હિંદુસ્તાનથી લાવવા લઈ જવામાં જે ખરચ થાય તેના અમુક હી.
જે ઇન્ડિઆ ઉપરથી આ ક્રૂર બોજો ઓછો થાય અને હિંદુસ્તાનની વિત પાસેથી જે કર લેવાય તે બધા તે દેશમાં જ ખરચવામાં આવે તો તે દેશની ઉપજમાં એવી સ્થિતિસ્થાપકતા આવે કે જેને આપણને અત્યારે ખ્યાલ પણ આવી શકે નહીં,