________________
૩૮૮
પ્રકરણ ૧૦ મું.
mannammann,
અને તેજનો એમને ડર લાગે છતાં તેમને મારી નાંખી શકે નહિ, ત્યારે તેનો હમેશાં “પુસ્ત” એ નામની અફીણની એક દવા આપે,જેની અસર એવી થાય કે છેડા મહીનામાં એ બીચારાની તમામ શારીરિક અને માનસિક શકિત નષ્ટ થઈ જાય અને તે પોતે એક લાચાર ઘેલા જેવો થઇ રહે. આ ધિ કારવા લાયક યુકિતની સ્થિતિમાં એક આખી પ્રજાને મુકતાં આપણે આનાકાની ન કરીએ તે. આપણી રવતંત્રતા અને સુધારો કાંઈ જ કામનાં નથી. આપણે હિંદુસ્તાનના લેકીને આપણા તાબામાં રાખી શકીએ તેટલા માટે શું તેમને અજ્ઞાન રાખીશું ? અથવા આપણે એમ માનીએ છીએ કે એમને જ્ઞાન આપ્યા છતાં તેમનામાં અધિકાર લેભ જાગ્રત નહિ થાય ? અથવા આપણે તેવી રીતે અધિકાર લેભા જાગ્રત કરીને તેને માટે કંઈ માર્ગ નહીં કરી આપીએ ? આમાંના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર “હ કારમાં કોણ આપી શકશે ? છતાં જે લોકો હમેશને માટે ત્યાંના વતનીઓને ઊંચા અધિકારમાંથી બાતલ રાખવાને માગે છે તેમને આમાંના એકાદ પ્રશ્નનો જવાબ હકારમાં આપ્યા વિના ચાલે તેમ નથી. મને કોઈ પણ પ્રકારનો ભય નથી. ધર્મને માર્ગ આપણી આગળ સ્પષ્ટ છે અને તેજ ડહાપણને માર્ગ છે, આપણી પ્રજાની સમૃદ્ધિને અને આપણું પ્રજાની પ્રતિષ્ઠાને પણ માર્ગ છે.
આપણા ભારત સામ્રાજ્યનું ભવિષ્ય ઘાઢ અંધકારમાં વીંટાયેલું છે. રાજકીય સૃષ્ટિમાં નવા પ્રકારના પ્રસંગે રૂપ, જેના સરખું ઇતિહાસમાં બીજું એક સામ્રાજ્ય હજી સુધી થયું નથી, તેનું ભવિષ્ય શું થશે તેને તર્ક કરો અશક્ય છે. એના અદયના નિયમે અજ્ઞાત છે. એમ પણ બને કે હિંદુસ્તાનના જન મંડળનું આંતર જીવન આપણી રાજ્ય પદ્ધતિ નીચે વૃદ્ધિ પામતાં પામતાં એટલે સુધી વધે કે પછી તેને માટે આપણી પદ્ધતિ અયોગ્ય થઈ જાય; તેમના ઉપર સદ્દરાજ્ય કર્યાથી આપણે તેમને વધારે સારા રાજ્યતંત્રને માટે કેળવી શકીએ; તેમને યુરોપિયન જ્ઞાન આપ્યાથી તેમનામાં ભવિષ્યમાં યુરોપિયન સમાજ સંસ્થાઓની માગણીઓ કરવાની ઇચ્છા થાય.