________________
૩૮૨
પ્રકરણ ૯ મુ.
સંખ્યામાં પેાતાના દેશના ર્વાહવટમાં રોજી આપવી; અને હિંદુસ્તાનની સર્વે ઉપજ હિંદુસ્તાનમાં જ ખર્ચવી. પહેલી બાબતમાં મન્રા, એલ્ફિન્સ્ટન અને એન્ટિન્યું કંઇક નિવારણ કર્યુ હતુ અને ૧૮૩૩ માં કમ્પનીને પા તાજી કરતી વખતે બ્રિટિશ પાર્લમેન્ટે એક કલમ એવી ઉમેરી કે જેથી નાત જાત અને ધર્મના ભેદને બાજુ ઉપર મૂકી હિંદુસ્તાનની સમસ્ત રૈયતને સમસ્ત અધિકારને માટે યોગ્ય ઠરાવી; પણ્ મીજી બાબતમાં પાર્લમેન્ટે કંઇ પણ નિવારણ કર્યું નથી એટલું જ નહિ પણ ૧૮૩૪ થી તેમણે કમ્પનીને વેપાર બંધ કર્યાં છતાં ઉપર કહ્યું છે તે પ્રમાણે સાડા દસ ટકા વ્યાજ હિંદુસ્તાનની ત્રિોરીમાંથી કમ્પનીની મુડી ઉપર કમ્પનીને આપવાનેા ઠરાવ કર્યો છે. આ હિંદુસ્તાનને એક ગેરઇન્સા હતા; અને તે સામે એક બીજા ઈંગ્રેજે જ્યારે ૧૮૫૮ માં કમ્પનીના હાથમાંથી તાજતા હાથમાં હિંદુસ્તાનની માલકી ગઇ ત્યારે મજબૂત વાંધા ઉઠાવ્યા હતા.
ઉપરના પ્રકરણમાં આપણે જોઇ ગયા છીએ કે સરજાન વિગેરે મુબઇની જમાઅધીના કામમાં નામના મેળવી હતી. તેમને ખાટી પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું હતું, પણ માયાળુપણાથી અને વિવેકથી કામ લઇને તેમણે તે ખાટી પતિને પણ સફળ બનાવી હતી. ત્રીસ વર્ષ સુધી હિંદુસ્તાનના લાકામાં હેનત કરી તેમણે ઉપરામ લીધા હતે; તેને હિંદના કામકાજની પૂરી અને પાકી વાકેફગારી હતી; તે સરકારનાં માન અકરામ પામ્યા હતા, અને મુંબઇની મ્હેસુલ પદ્ધતિના પિતા તરીકે તેમની નામના થઇ હતી. પણ હિંદુસ્તાન અને ઇંગ્લાંડ વચ્ચેનાં નાણાં પ્રકરણી સંબધથી તેમને ચિંતા અને દુઃખ ઉત્પન્ન થયાં હતાં; અને જ્યારે હિંદુસ્તાનને વહિવટ કમ્પનીના હાથમાંથી તાજના અમલમાં ગયા ત્યારે તેમણે તે વખતે જે નવી ગાઠવણુ કરવામાં આવે તેમાં હિંદુસ્તાનને વધારે ઇન્સા કરવા પોતાના સ્વદેશી જતેને વિનતિ કરી હતી. તેઓએ લખ્યુંછે કે,