________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઋતિહાસ.
સરકારી અમલદારને લાકના કામકાજની ઝીણી ઝીણી બાબતમાં વચમાં પડવાની જરૂર પડે તેવી પદ્ધતિ આપણે એકવાર રાખીએ તે પછી કોઇપણ કાયદા લાકને કનડગત અને ખરચમાંથી બચાવી શકે નહીં. છતાં કમનસીબે આપણે વિરૂદ્ધ ધેારણે જ કામ લીધું છે, અને લગભગ દરેક વસ્તુમાં આપણે વચમાં પડીએ છીએ; લોકાભિમત સ ંસ્થાએ જ્યાં છે ત્યાં તેની બેદરકારી કરીએ છીએ, અને જ્યાં જરૂરી છે ત્યાં નવી સ્થાપવાની પરવા રાખતા નથી.”
૩૦૯
પણ સહુથી વધારે વજનદાર પુરાવા સરજ્જૈન માલ્કમના છે. આ માકસ્ તે તેજ કે જેનું નામ મના અને એલ્ફિન્સ્ટનની સાથે હિંદનું સામ્રાજ્ય સ્થા પનાર તરીકે જાણીતું છે. આ ગૃહસ્થ એગણીસમી સદીના પહેલા ભાગમાં થઇ ગયેલા અમલદારામાં સાથી વધારે સમર્થ અને માયાળુ અમલદાર હતા. એ મરાઠા યુધ્ધામાં હિંમતથી ફતેહમદ થઇને તે પ્રખ્યાતિ પામ્યા હતા; અને વિનય અને માયાળુપણાથી હિંદી લશ્કર અને રૈયતનેા પ્રેમ સંપાદન કરવા તે શક્તિવાન થયા હતા. અને એ રીતે પચીસ વર્ષ સુધી નેાફરી કર્યાં પછી એન્સ્ટિનની જગાએ ૧૮૨૭ માં મુંબઇના ગવર્નર તરીકે નીમાયેા હતેા. એટલે જ્યારે ૧૮૩૨ માં દિવાને-આમની કમિટિ આગળ તેની જુબાની થઇ ત્યારે બ્રિટિશ છત્ર નીચે રહેતા. હિંદી રૈયતના સંબંધમાં તેણે જે જ્ઞાન અને પ્રામાણિકપણાથી જુબાની આપી હતી તે જ્ઞાન અને પ્રામાણિકતામાં તે વખતે કે માં બીજા થાડા સરખાઇ ધરાવતા હશે, સરસાઇ તા કાઈજ કરી શક્યું નથી.
૨૭૮ તમારા અભિપ્રાય પ્રમાણે પૂર્વની દેશીરાજાની ગેરવ્યવસ્થાને ઠેકાણે આપણે અમલ દાખલ થયાથી ખેડુત અને વેપારી વર્ગને ફાયદો થયેલા કે નહિ ?
જ॰ આ સવાલને ઉત્તર હું હિંદુસ્તાનના દરેક પ્રાન્તને માટે આપી શકું તેમ નથી. પણ મારા અનુભવ યાંના છે તેના સ ંબંધમાં આપીશ. હું