________________
૩૪૮
પ્રકરણ ૮ મું.
દરેક પ્રકારની જમીનમાંથી જે જે રીતે ઉપજ આવી હોય તે બધાનું એક પત્રક બનાવવું જોઈએ.
આવી રીતે માહિતી એકઠી કર્યા પછી તે જીલ્લાનો પૂર્વનો ઈતિહાસ જેવો અને તેથી તેની પૂર્વની સ્થિતિની ખબર પડશે. અને આ બધાના જ્ઞાનની સાથે સાથેના જીલ્લાઓને મુકાબલે તેની શું જાસનો પણ વિચાર થાય ત્યારે શે આકાર મુકરર કરે તેને સંતોષકારક નિર્ણય થઈ શકે.
પણ આખા જીલ્લાને માટે એક સામટી રકમ નક્કી કરવાને બદલે, જુમલે તે રકમ થાય તે રીતે દરેક ખેતરની આંકણી કરવી તે વધારે સગવડ પડતું છે. અને આને માટે જુદી જુદી જાતની ખેતીને માટે જૂદા જૂદા ઉંચામાં ઉંચા દર નક્કી કરવા. એટલે હલકા દર વર્ગદારીના આપણું ધરણ પ્રમાણે એની મેળે નકકી થઈ જશે.
આ ઉપરના ઈન્તખાબથી મુંબઈ ઇલાકાની મહેસુલના ધોરણને ખ્યાલ આપણને થાય છે. તે ધારણ ખેતની પિતાના ખેતર ઉપર વંશપરંપરાને માલકી હક સ્વીકારે છે; પણ મરાઠા રાજ્ય નીચે મિરાસી કબજેદારને અચલ આકડાનો જે પ્રાચીન હક હતો તે લઈ લે છે. લાખો ખેતરોમાંથી ક્યા ખેતર ઉપર કેટલે આકાર લે તેને માટે ભારે શ્રમ લઈને એક ધોરણ નકકી કરે છે, પણ તે આકારની કઈ હદ તે મુકરર કરતું નથી. જમીનની ઉપજના