________________
- બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક
— જ. તે ઇજનેરી ખાતામાંથી કેપ્ટન વિગેટ. મિ. ગોāચિને એમ જણાયું હતું કે જમીનની મહેસુલ ખેડૂતને પુછયા ગાયા વિના મુકરર કરવી અને પછીથી તે જમીનને તે સરતે તેને રાખવા ઈચ્છા હોય તે રાખે, અને નહિ તો માધુરી આપે; એ રીત વાજબી હતી. તેને એમ નહીં લાગેલું કે જમીન તો ખેડુતના બાપની છે, અને તેના પૂર્વજો ચોકસ કર આપીને વંશપરંપરાથી ભગવતા આવ્યા છે; અને માધુરી આપવાની તક આપવી એને અર્થ તે એની વંશપરંપરાની જમીન જપ્ત કરવા બરાબર છે અને તેમ કરવાથી ઘણું કરીને ભુખમરે અને મરણ એ જ પરિણામને અવકાશ રહેવાને.
કેપ્ટન વિગેટને ઇન્સાફ કરવા માટે એટલું કહેવું જોઈએ કે આ ખરાબ પદ્ધતિને તેણે બહુ વિવેક અને રહેમદીલીથી અમલમાં મૂકી અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ઈન્સાફ કરવા સારૂ કહેવું જોઈએ કે આ રીતમાં રહેલો અન્યાય તે સમજતી હતી, અને આકારની મર્યાદા બાંધવાને તેમણે યત્ન કર્યો હતે. કમ્પનીને પટે તાજો થયા પછી ત્રણે વર્ષે એટલે ૧૮૫૬ માં તેમણે દફતર ઉપર મૂકયું છે કે સરકારને હક તે જમીનનું ભાડું એટલે ખેતીનું ખર્ચ અને ખેતીવાડીનાં સાધનો ઉપર નફો-એ બાદ કરતાં જે રહે તે બધું રાજ્યનું, એમ નથી; પણ માત્ર જમીન ઉપર અમુક મહેસુલ લેવાને હક જ
છે. અને ઈસ્ટ ઈન્ડિયા કમ્પની રદ થયા પછી સેક્રેટરી ઓફ સ્ટેટ સરચાર્લવુડે (પાછળથી લેડહેલિફિકસ ) એમણે ૧૮૬૪ના પ્રખ્યાત ખરીતામાં એવો ઠરાવ કર્યો કે ભાડાને માત્ર અંશ જ અને તે અર્ધ અંશજ લેવાનો અમારો ઇરાદો છે.
પણ આ બધી ધાર્મિક વૃત્તિઓને અમલ થઈ શક નથી. મુંબઈની પદ્ધતિમાં ખેતરની ઉપજ અને ઉપર કહ્યું તેવું ભાડું-એનો નિર્ણય કરવામાં આવ્યો નથી. માત્ર લેકો ભૂતકાળમાં કેટલું આપતા અને ભવિષ્યમાં કેટલું આપી શકશે તેને ખ્યાલ કરીને જ ત્યાં અગાડી ખાતાની મહેસુલો આ - કારાઈ છે, જ્યાં ખેડુતોને પૂછવામાં આવે નહિ અને જે આકાર મુકરર થાય તે