Book Title: British Hindusthanno Arthik Itihas Part 01
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh

View full book text
Previous | Next

Page 381
________________ ३७० પ્રકરણ ૯ મું. આ નીરસ આંકડાઓનાકાષ્ટકમાં જે આપણે તે કાળને ઇતિહાસ વાંચીએ તે ઘણો અર્થ સમાયેલે માલુમ પડશે. કમ્પની સરકારની રાજ્યનીતિમાં જ્યાં જ્યાં ફેરફાર થયા છે, જ્યારે જ્યારે યુદ્ધ તરફ વલણ થયું છે, અથવા શાન્તિ અને કરકસર તરફ વલણે થયાં છે, ત્યારે ત્યારે હિંદુસ્તાનના રાજ્યકોષ ઉપર તેની અસર જણાયા વિના રહી નથી. ઉપરના આંકડા કોર્નવોલિસ અને બાલેંથી-બેન્ટિક અને મેટાફના વખત સુધીના વહિવટી સુધારાની સાક્ષી પૂરે છે. ૧૭૯૩ માં જ્યારે લોર્ડ કોર્નવોલિસે હિંદુસ્તાન છોડયું ત્યારે તેણે ૭૦ લાખની અંદર ખરચ રાખી પંદર લાખનો વધારે રહે એવી ગોઠવણ કરી હતી. આ તારીખથી બાર વર્ષની અંદર માર્વસ આંફ વેલીની યુદ્ધપરાયણ રાજ્યનીતિથી ખરચ દોઢ કરોડ સુધી પહોંચ્યું હતું; અને ૨૦ લાખ ઉપરાંત દરવર્ષ નુકશાની આવતી હતી. આ સ્થિતિથી અધિષ્ઠાતૃસભાને માઠું લાગ્યું હતું. એક વેપારી પેઢીના નિયંતાને જ્યાં સુધી નફે મળે જાય ત્યાં સુધી હિંદુસ્તાનમાં લડાઈ ચાલે છે કે શાન્તિનો સમય છે તે જોવાની જરૂર ન હતી; રાજ્યવહિવટ કે ચાલે છે તેને ખ્યાલ જે નાણાં તેમના ઉપર બીડાતાં તે ઉપરથી જ તેઓ કરી લેતા અને જ્યારે સરવૈયામાં નફાને બદલે નુકશાની જણાઈ ત્યારે તે કદી શાન્તિ રાખી શકતા નહિ. વેસ્લીની યુદ્ધપરાયણનીતિ તેઓને નાપસંદ પડી કારણ કે તેની નીતિ ખરચાળ હતી; અને તે મોટા અધિકારીને તેમણે હિંદુસ્તાનમાંથી બેઆબરૂ કરીને પાછો બોલાવી લીધે. ૧૭૯૫ થી ૧૮૧૦ દરમિયાનનાં પંદર વર્ષમાં બંગાળામાં ન હતો, પણ મદ્રાસ અને મુંબઈમાં નુકશાન હતું. અચળ આકારની પદ્ધતિથી નિયત અને એકસરખી ઉપજ આપવાથી બંગાળાએ બ્રિટિશ પ્રજાને હિંદનું સામ્રાજ્ય સ્થાપી આપવાની તક આપી એમ કહેવું એ વધારીને કહ્યું એમ ગણાશે નહિ. ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનની ખરચાળ લડાઈઓનાં નાણું બંગાળાએ પુરાં પાડ્યાં અને આ વર્ષોમાં મદ્રાસ અને મુંબઈમાંથી વહિવટ પુરતાં નાણાં

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408