________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
આ અર્થશેષના સંબંધે જે જે લખાયું છે તે બધું ઉતારવા જતાં ગ્રંથોના ગ્રંથો ભરાઈ જાય, એટલે હિંદુસ્તાનને ચારે ખુણે અમલ ભગવનાર ચાર પ્રખ્યાત કાર્યભારીઓના અભિપ્રાયે ટાંકીને આપણે સંતોષ માનીશું.
પહેલો આપણે એ. જેન શેરને અભિપ્રાય લઇએ. આ પુરુષ ઈતિહાસપ્રસિદ્ધ છે. તેમણે હિંદુસ્તાનના સંબંધમાં એક પુસ્તક લખ્યું છે તેમાં પિતાના અવલોકનો સ્પષ્ટતાથી અને વિસ્તારથી નોંધ્યા છે.
લખે છે કે
“હું આ દેશમાં આવ્યો તેને સત્તર વર્ષ થઈ ગયાં છે. પણ હું આવ્યો તે વખતે અને તે પછી એક વર્ષ હું કલકત્તામાં રહ્યા તે દરમિયાન અંગ્રેજોના મનની હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્યની સ્થાપના કર્યાથી હિંદીઓ ઉપર આપણે મોટો ઉપકાર કર્યો છે, તે વાતની શાન્ત, સુખી અને નિશ્ચિત બુદ્ધિ માર જોવામાં આવી તે મને બરાબર યાદ આવે છે. તે વખતે જે દેશી રાજ્યોને ઉત્થાપીને આપણે આપણું સ્થાપન કર્યું, તે દેશી રાજ્યોને મુકાબલે આપણી શ્રેષ્ઠતા; આપણે જે ન્યાયપદ્ધતિ દાખલ કરી છે તેની ઉત્તમતા; આપણો વિવેક; લોકનું ભલુ કરવાની આપણી ચિંતા; ટુંકામાં આપણા દરેક તરેહના સગુણોની સુસ્થાપિત સત્ય તરીકે જ વાત થતી અને તેના વિરૂદ્ધ કોટિ કરવી એ પાપ જેવું મનાતું. કોઈકવાર દેશના અંદરના ભાગમાં રહેનારા કોઈક પાસેથી જુદો હેવાલ સાંભળવામાં આવતો; પણ એવી વાત આવવાની સાથે જે તેફાન ઉઠતું તે જોતાં અત્યંત છાતીદારને પણ એ કહેતાં પાછા હઠવું પડતું. આથી બ્રિટિશ ઇન્ડિયન રાજ્યપદ્ધતિનાં ધારણ અને રીતરીવાજની તપાસ કરવાની મને ઈચ્છા થઈ આવી. અને જેમ હું આમાં આગળ વધતો તેમ તેમ આપણી સરકાર તરફ અને આપણું પોતાના તરફ લેકની